Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા...

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી

27
0

(જી.એન.એસ) તા. 18

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી છે.

X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું કે “અમારા બહાદુર હિમવીર પર ગર્વ છે. આઇટીબીપી માઉન્ટેન રેસ્ક્યુ ટીમે તાજેતરમાં લાહૌલ અને સ્પીતિમાં ઊંચા પર્વતીય ખડકો પર એક પડકારજનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પેરાગ્લાઈડિંગ વખતે અકસ્માતમાં જીવ ગુમાવનાર અમેરિકન નાગરિકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સ્થાનિક વહીવટીતંત્રની વિનંતી પર, આઇટીબીપી ટીમના સભ્યોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને માનવતાવાદી હેતુ માટે નશ્વર અવશેષોને પુનઃપ્રાપ્ત કરવા માટે પર્વતોમાં 14,800 ફૂટ ઊંચાઈ પર ચઢ્યા. માનવતા પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકર્ણાટક સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ વિરોધ દરમિયાન ભાજપના એક નેતાનું હાર્ટ એટેકથી અવસાન
Next articleવડોદરાની એમ.એસ યુનિ.માં વિદ્યાર્થીઓનું આંદોલન..