Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કાસ્ટીગ ડિરેકટર કહીને 15 મોડલને છેતરનાર ઠગને દિલ્હી પોલીસે ઝડપી લીધો

કાસ્ટીગ ડિરેકટર કહીને 15 મોડલને છેતરનાર ઠગને દિલ્હી પોલીસે ઝડપી લીધો

24
0

(જી.એન.એસ),તા.૧૫
દિલ્હી પોલીસે એક 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે, ધરપકડ કરાયેલ વ્યક્તિ પર અનેક મોડલ્સને કામ અપાવવાના બહાને કથિત રીતે છેતરપિંડી કરવાનો આરોપ લાગેલો છે. પોલીસે રવિવારે આ માહિતી આપી અને કહ્યું કે આરોપીઓ ‘કાસ્ટિંગ ડિરેક્ટર’ હોવાનો ઢોંગ કરતા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, માલવિયા નગરના રહેવાસી ગૌરવ ખન્નાએ મોડલને ફસાવવા માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે આરોપીઓ પાસેથી પ્રોફાઈલ શીટ અને 15 ફિલ્મ-ટીવી ક્ષેત્રે કેરિયર બનાવવા માટે સંધર્ષ કરતા મોડલની વિગતો અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્લી પશ્ચિમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિચિત્રા વીરે કહ્યું, “એક મહત્વાકાંક્ષી મોડેલે કીર્તિ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે નકલી ‘કાસ્ટિંગ ડિરેક્ટર’ સંઘર્ષ કરતી મોડલને ફોટોશૂટ અને કામ કરાવવાના બહાને છેતરે છે.” ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, ગૌરવ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમનો સંપર્ક કર્યો અને ‘એએનજી પ્રોડક્શન્સ’ નામના પ્રોડક્શન હાઉસના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપી હતી. “ગૌરવ ખન્નાએ તેને ઓફર કરી અને તેને 20,000 રૂપિયા ચૂકવવાનું કહ્યું,”

પોલીસ અધિકારીએ કહ્યું. ત્યારબાદ તેણે તેણીને એક પ્રતિષ્ઠિત કંપની સાથે લહેંગા અને જ્વેલરી શૂટ માટે આગામી પસંદગીની ઓફર કરી અને તેણીને વધુ 75,000 રૂપિયા ચૂકવવા કહ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મોડલે ખન્નાને 10,000 રૂપિયા ચૂકવ્યા હતા. આ પછી જ્યારે મોડલે કંપની સાથે પ્રોડક્શન હાઉસ અને દિલ્હીમાં તેના શૂટની તારીખો વિશે પૂછપરછ કરી તો તેને ખબર પડી કે દિલ્હીમાં આવુ કોઈ શૂટનું આયોજન જ નથી. જ્યારે મોડલ એએનજી પ્રોડક્શનની ઓફિસે પહોંચી ત્યારે તેને ખબર પડી કે ગૌરવ ખન્નાએ એએનજી પ્રોડક્શન વાળી જગ્યા ખાલી કરી દીધી છે. તપાસ બાદ પોલીસે ખન્નાની માલવિયા નગર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે ત્રણ વર્ષ સુધી પ્રોડક્શન હાઉસમાં કામ કર્યું હતું, પરંતુ તેનો પગાર ઘણો ઓછો હતો. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ વિચિત્રા વીરેએ જણાવ્યું કે આ પછી આરોપીએ એક મોડલિંગ એજન્સી ખોલી અને કામ કરાવવાના બહાને ઘણી મોડલ્સ સાથે છેતરપિંડી કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટમાં વિલંબથી કંટાળેલા એક મુસાફરે પાઈલટને મુક્કો માર્યો
Next articleઅયોધ્યામાં 14 રંગના 14 લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ