Home દેશ - NATIONAL કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે ઉત્તરાખંડના જંગલોમા આગ લાગી હતી

કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે ઉત્તરાખંડના જંગલોમા આગ લાગી હતી

56
0

(GNS),18

એક તરફ ભારતના એક ભાગમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ છે ત્યારે બીજા ભાગમાં લોકો ગરમીથી ત્રસ્ત છે. ત્યારે આ સમયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમીના કારણે લોકો હેરાન થઈ રહ્ચા છે. દરેક વ્યક્તિ આ ઉનાળામાં પહાડી અને ઠંડી જગ્યાએ જવા માંગે છે. પહાડી વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ એવા બે રાજ્યો છે જેમનું નામ સૌથી પહેલા મનમાં આવે છે, પરંતુ હવે આ બંને રાજ્યોમાં પણ ઉનાળામાં પહેલા કરતા વધુ ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે પહાડી રાજ્યોના જંગલો ઝડપથી આગ લાગતા ભડકે બળી રહ્યા છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા અનુસાર છેલ્લા બે વર્ષમાં ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની સૌથી વધુ ઘટનાઓ હિમાલયના રાજ્યોમાં બની છે. ત્યારે આગની ઝપેટમાં અવાર નવાર અવતા આ સાથે જ ઉત્તરાખંડ દેશમાં સાતમા ક્રમે આવી ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે શિયાળામાં ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગી ન હતી, પરંતુ 2020માં છેલ્લા લોકડાઉન દરમિયાન એવું જોવા મળ્યું હતું કે ઠંડીની મોસમમાં પણ આગ લાગી હતી.

FSI રિપોર્ટ અનુસાર, કોવિડના પ્રથમ લહેરમાં, નવેમ્બર 2019 થી જૂન 2020 સુધીમાં દેશભરમાં 1 લાખ 24 હજાર 473 જંગલમાં આગના કેસ નોંધાયા છે. ઓડિશા દેશમાં નંબર વન પર રહ્યું, મધ્યપ્રદેશમાં પણ જંગલમાં આગ લાગવાના કેસ વધ્યા છે. માત્ર ઉત્તરાખંડ જ નહીં દેશના અન્ય ઘણા રાજ્યો એવા છે જ્યાં જંગલમાં આગ લાગવાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આમાં ઓડિશા અને મધ્યપ્રદેશના નામ મુખ્ય છે. 2020 પછી, નવેમ્બર 2021 થી જૂન 2022 વચ્ચે, દેશભરમાં બે લાખ 23 હજાર 333 જંગલોમાં આગની નોંધણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઓડિશામાં જંગલમાં આગની સૌથી વધુ ઘટનાઓ બની હતી. અહીં જંગલમાં આગના 51 હજાર 968 કેસ નોંધાયા છે. તે પછી, મધ્યપ્રદેશ જ્યાં 47 હજાર 795 કેસ નોંધાયા હતા, ત્યારબાદ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તરાખંડ છઠ્ઠા ક્રમે છે, જ્યાં 21 હજાર 487 કેસ નોંધાયા હતા. FSI અનુસાર, પ્રથમ લોકડાઉન દરમિયાન, પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, પરંતુ જ્યારે લોકડાઉનમાં રાહત આપવામાં આવી ત્યારે પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા વધવાને કારણે જંગલમાં આગની ઘટનાઓ ઝડપથી વધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા માટે રેલવે 800થી વધુ ટ્રેન દોડાવશે
Next articlePM ઋષિ સુનકે દરોડા પાડી 20 દેશોના 105 લોકોની ધરપકડ કરી