Home ગુજરાત કાલે શપથવિધિઃ હું નરેન્દ્ર દામોદરદાસ મોદી……

કાલે શપથવિધિઃ હું નરેન્દ્ર દામોદરદાસ મોદી……

690
0
SHARE

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારંભમાં શપથ ગ્રહણ કરશે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. માનવામાં આવે છે કે, આ વખતે વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ પહેલાં કરતાં પણ ભવ્ય હશે. તેમની સાથે જ ૬૫ થી ૭૦ મંત્રી પણ શપથ લેશે. તેમાં ૪૦% નવા ચહેરા સામેલ થશે. લોકસભા ચૂંટણીમાં ભાજપે ૫૪૨માંથી ૩૦૩ સીટ જીતીને બહુમતી સાથે ફરી સરકાર બનાવી છે. એનડીએને કુલ ૩૫૨ સીટ મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટમાં જેડીયુ અને શિવસેનાને બે-બે મંત્રાલયની જવાબદારી મળશે. જ્યારે શિરોમીણિ અકાલી દળ અને અનુપ્રિયા પટેલના અપના દળને એક-એક મંત્રાલય મળી શકે છે. જેમા એક કેબિનેટ અને એક સ્વતંત્ર પ્રભારનો સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ૫૦૦૦ થી ૬૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાની શકયતા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનરા મહેમાનો માટે વેજ-નોનવેજ થાળી, દાળ રાયસીના અને રાજભોગ સહિતના વ્યંજનો પીરસવામાં આવશે. મોદીના શપથ ગ્રહણ સમારોમાં આ વખતે મ્ૈંસ્જી્‌ઈઝ્ર દેશોના પ્રમુખને આમંત્રણ આપ્યું છે. આ દેશોમાં બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, કિર્ગિસ્તાન, નેપાલ અને ભુટાનનો સમાવેશ થાય છે. આ શપથ સમારોહમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહમાં અનેક વીવીઆઈપી હસ્તીઓ સામેલ થશે.
વડાપ્રધાન મોદીના શપથ સમારોહમાં માત્ર વિદેશના જ નહીં પરંતુ દેશના પણ ઘણા મોટા નેતાઓ હાજર રહેવાના છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તેલંગાણાના સીએમ કેસીઆર, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણાં એવા નામ છે જે વિપક્ષી નેતા હોવા છતા તેમને શપથ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તે સિવાય બીજેપી-એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને સીનિયર નેતાઓ પણ શપથ સમારોહમાં સામેલ થવાના છે. આટલું જ નહીં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, કમલ હાસન પણ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના છે.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા આ સમારોહમાં અંદાજે ૬૫૦૦ મહેમાનો સામેલ થઇ શકે છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ૫૦૦૦ મહેમાનો હાજર રહ્યાં હતા. દેશમાં ચોથી ઘટના છે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં થપથગ્રહણ સમારોહ યોજાશે.
વાત એમ છે કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મોદી મંત્રીમંડળ ૨માં કોને-કોને મંત્રી બનાવાશે અને કોને કયું મંત્રાલય અપાશે તેને લઇ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે ૭ લોક કલ્યાણ માર્ગ પર લગભગ ૫ કલાક સુધી બેઠક થઇ હતી. બેઠકમાં શાહ-મોદીએ ભાજપ અને ઘટક દળોમાંથી બનનાર મંત્રીઓ અને તેમના વિભાગોને અંતિમ રૂપ આપી દીધું છે.
આ વખતે દેશને નવા નાણા, રક્ષા અને વિદેશ મંત્રી મળી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોદી સરકારમાં મહત્વનું સ્થાન મળવાની શક્યતા છે. સીનિયર નેતાઓમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકરને ફરી કેબિનેટમાં જગ્યા મળવાની શક્યતા છે.

Print Friendly, PDF & Email