Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કાયદા મંત્રીના પદ પરથી કિરેન રિજિજૂને હટાવાયા, અર્જુન રામ મેઘવાલ નવા કાયદા...

કાયદા મંત્રીના પદ પરથી કિરેન રિજિજૂને હટાવાયા, અર્જુન રામ મેઘવાલ નવા કાયદા મંત્રી

64
0

કેન્દ્ર સરકારની કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે. કાયદા મંત્રીના પદ પરથી કિરણ રીજીજૂને હટાવી દેવામાં આવ્યા છે. કિરણ રીજીજીને હટાવ્યા પછી અર્જુન રામ મેઘવાલને નવા કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંત્રીમંડળમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે કિરણ રિજિજૂને કાયદા મંત્રાલયમાંથી બદલી ભુ વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે કિરણ રિજિજૂની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને હાલના તેમના પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

રિજિજૂ અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠકથી સાંસદ છે. તેમણે વર્ષ 2004માં પહેલીવાર લોકસભા ચુંટણી લડી હતી અને જીત્યયા હતા. ત્યારબાદ તેઓ 2009ની લોકસભા ચુંટણી હાર્યા હતા. ત્યારબાદ 2014માં ફરીથી તેઓ જીત્યા અને મોદી કેબિનેટમાં તેમને ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેઓ ખેલ મંત્રી રહ્યા અને જુલાઈ 2021માં જ્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ થયું ત્યારે તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે રવિશંકર પ્રસાદને બદલે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરબીના હળવદ ખાતે વરિયાળીમાં ભેળસેળ કરતુ કૌભાંડ પકડાયું: રૂ. ૧.૧૩ કરોડની કિંમતનો આશરે ૫૯ હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત
Next articleકાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીનો જબરદસ્ત નિર્ણય, પાકિસ્તાનના ષડયંત્રો થશે નાપાક