Home દેશ - NATIONAL કર્ણાટક ચૂંટણીમાં બજરંગબલીની થઇ એન્ટ્રી, રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ લગાવ્યા નારા

કર્ણાટક ચૂંટણીમાં બજરંગબલીની થઇ એન્ટ્રી, રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ લગાવ્યા નારા

41
0

પીએમ મોદીએ કર્ણાટકમાં આયોજિત એક ચૂંટણી રેલીની શરૂઆત ‘ભારત માતા કી જય અને બજરંગબલી કી જય’ નારા સાથે કરી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બજરંગબલી હનુમાનજીની પણ હવે એન્ટ્રી થઈ ગઈ છે. બુધવાર એટલે કે આજે પીએમ મોદીએ કર્ણાટકમાં આયોજિત એક ચૂંટણી રેલીની શરૂઆત ‘ભારત માતા કી જય અને બજરંગબલી કી જય’ નારા સાથે કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આ નારા ભાજપની દરેક ચૂંટણી સભાઓમાં સાંભળવા મળશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બજરંગબલી હનુમાનજીની પણ હવે એન્ટ્રી થઈ ગઈ છે. બુધવાર એટલે કે આજે પીએમ મોદીએ કર્ણાટકમાં આયોજિત એક ચૂંટણી રેલીની શરૂઆત ‘ભારત માતા કી જય અને બજરંગબલી કી જય’ નારા સાથે કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આ નારા ભાજપની દરેક ચૂંટણી સભાઓમાં સાંભળવા મળશે.

વાત જાણે એમ છે કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે. જેના પર ભારતીય જનતા પાર્ટીએ તેને બજરંગબલી હનુમાનનું અપમાન ગણાવ્યું છે. ભાજપે કોંગ્રેસના આ વચનનો વિરોધ કરતાકહ્યું કે ભગવાન હનુમાનને તાળામાં બંધ કરવાની કોશિશ છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ આતંકવાદ અને આતંકવાદીઓના તૃષ્ટીકરણ કરવાનો રહ્યો છે.

કોંગ્રેસના ઘોષણાપત્રમાં કહેવાયું છે કે ‘અમારું માનવું છે કે કાયદો અને બંધારણ પવિત્ર છે. કોઈ વ્યક્તિ કે બજરંગ દળ, પીએફઆઈ અને નફરત અને શત્રુતા ફેલાવતા બીજા સંગઠન, પછી ભ લે તે બહુસંખ્યકોના હોય કે અલ્પસંખ્યકો વચ્ચેના હોય, કાયદા કે બંધારણનો ભંગ કરી શકે નહીં. અમે આવા સંગઠનો પર કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા સહિત નિર્ણાયક કાર્યવાહી કરીશું.’

બુધવારે પીએમ મોદીએ ચૂંટણી રેલીમાં કહ્યું કે હું શાંતિ અને સદ્ભાવનાનો સંદેભ આપનારા તમામ મઠો, તીર્થંકરો અને સંતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. આજે જે બધાનો સાથ બધાનો વિકાસ મંત્ર લઈને અમે આગળ વધી રહ્યા છીએ તેમાં તમામ સંતોની જ પ્રેરણા છે. તેમણે કહ્યું કે જનતા-જનાર્દનનો આદેશ મારા સર આંખો પર. આખરે આ દેશના 140 કરોડ લોકો જ અમારું રિમોટ કંટ્રોલ છે.

10મી મેના રોજ મતદાનનો દિવસ છે. ભાજપનો સંકલ્પ છે કર્ણાટકને નંબર વન બનાવવાનો. ભાજપનો સંકલ્પ છે કર્ણાટકમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનું. કર્ણાટકને મેન્યુફેક્ચરિંગમાં સુપર પાવર બનાવવાનો. આ અમારો રોડ મેપ છે જ્યારે કોંગ્રેસ પોતાના મત એટલે ઈચ્છે છે કારણ કે તે ભાજપની યોજનાઓ, અહીંના લોકોના વિકાસ માટે થયેલા કામોને પલટવા માંગે છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ કર્ણાટકમાં શાંતિની દુશ્મન છે, વિકાસની દુશ્મન છે. કોંગ્રેસ આતંકના આકાઓને બચાવે છે…તૃષ્ટિકરણને વધારે છે. દેશમાં જ્યાં પણ લોકો શાંતિ અને પ્રગતિ ઈચ્છે છે તેઓ સૌથી પહેલા પોતાના રાજ્યમાંથી કોંગ્રેસને બહાર કરે છે. જો સમાજમાં શાંતિ છે તો કોંગ્રેસ શાંતિથી બેસી શકતી નથી. જો દેશ પ્રગતિ કરે છે તો કોંગ્રેસ તેને સહન કરી શકતી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleકર્ણાટક ચૂંટણીમાં રેલીમાં મુસ્લિમ આરક્ષણ પર કોંગ્રેસને ઘેરી, “જય-શ્રી-રામ”ના લાગ્યા નારા