કર્ણાટકમાં સ્કૂલના શિક્ષકની હેવાનિયત સામે આવી છે. અહીં ગડગ જિલ્લાના હેડલિન ગામમાં સ્થિત સરકારી સ્કૂલના એક શિક્ષકે ચોથા ધોરણમાં અભ્યાસ કરનાર બાળકની મારીને તેને ધાબા પરથી ફેંકી દીધો, ત્યારબાદ બાળકનું મોત થઇ ગયું. આરોપી શિક્ષક કોન્ટ્રાક્ટ પર સ્કૂલમાં ભણાવતો હતો. જોકે ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયમાં કોન્ટ્રાક્ટ પર ભણાવનાર શિક્ષક મુથપ્પાએ ચોથા ધોરણના વિદ્યાર્થી ભરતને પહેલા માળે આવેલા ક્લાસમાંથી બહાર ઢસડ્યો અને તેને મારી મારીને અધમૂવો કરી દીધો. ત્યારબાદ તેને સ્કૂલના પહેલાં માળેથી નીચે ધકેલી દીધો. ત્યારબા બાળકનું મોત થઇ ગયું.
આશ્વર્યની વાત એ છે કે બાળકની માતા પણ તે સ્કૂલમાં શિક્ષક છે અને તેમનું નામ ગીતા છે. તે પણ સ્કૂલમાં કોન્ટ્રાક્ટ પર છે. જ્યારે શિક્ષક મુથપ્પાએ બાળકને મારવાનું શરૂ કર્યું ત્યારે ભરતની માતા ગીતા ત્યાં પહોંચી અને શિક્ષકને પોતાના બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મુથપ્પાએ તેના પર હુમલો કરી દીધો. મુથપ્પાએ ગીતા પર લોખંડની રોડ વડે હુમલો કર્યો, તે પણ ત્યાં લોહી-લુહાણ થઇ ગઇ. તેના ઘાયલ થતાં જ મુથપ્પા બાળક પહેલાં માળના ધાબાના છેડે લઇ ગયો અને તેને નીચે ફેંકી દીધો.
ત્યારબાદ માતા ગીતા અને પુત્ર ભરતને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. પરંતુ ભરતનું મોત થઇ ગયું. તો બીજી તરફ ગીતાની કેઆઇએમએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ આરોપી મુથપ્પા હુમલા બાદ સ્કૂલથી ફરાર થઇ ગયો પોલીસે આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ફરાર મુથપ્પાને પકડવા માટે શોધવાનું અભિયાન શરૂ કરી દીધો છે. મુથપ્પાએ બાળકનો જીવ કેમ લીધો તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.