કર્ણાટકના મેંગલુરુમાં શનિવારે રિક્ષામાં થયેલા વિસ્ફોટમાં આતંકી એંગલ સામે આવ્યો છે. કર્ણાટકના DGP પ્રવીણ સૂદે રવિવારે જણાવ્યું કે, આ સામાન્ય વિસ્ફોટ નથી, પરંતુ આતંકી હુમલો છે. તેમણે કહ્યું કે, વિસ્ફોટમાં વધારે નુકસાન નથી થયું, પરંતુ મોટું નુકસાન પહોંચાડવાના ઈરાદે આ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. કર્ણાટક રાજ્ય પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
વિસ્ફોટ શનિવારે સાંજે એક પોલીસ સ્ટેશન નજીક એક ઓટોરિક્ષામાં થયો હતો, જેમાં એક મુસાફર અને ડ્રાઈવર ઘાયલ થયા હતા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેંગલુરુમાં શનિવારે સાંજે લગભગ 5 વાગ્યે એક રિક્ષામાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ રવિવારે કહ્યું હતું કે, આશંકા વર્તાઈ રહી છે કે આ આતંકી ઘટના છે.
રાજ્ય પોલીસ હવે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ઝીણવટભરી તપાસ કરશે. જ્ઞાનેન્દ્રએ કહ્યું કે રાજ્ય પોલીસ કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે અને એક-બે દિવસમાં તમામ માહિતી બહાર આવશે. મેંગલુરુમાં કાંકનાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ સાંજે 5 વાગ્યે રિક્ષામાં આગ લાગી હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય કે એક ઈમારત પાસે કામ ચાલી રહ્યું છે. ત્યાં એક રિક્ષા રોકાય છે અને તેમાં જોરદાર વિસ્ફોટ થાય છે.
સૂત્રો અનુસાર, એક યાત્રીએ રિક્ષામાં બેગ મૂકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બેગમાં વિસ્ફોટક સામગ્રી એટલે કે બોમ્બ મૂકવામાં આવ્યો હતો. પોલીસે શરૂઆતી નિવેદનમાં કહ્યું હતું કે ઘટનાની તપાસ કરી રહ્યા છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી. શહેર પોલીસ કમિશનર એન શશિ કુમારે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવાનું ટાળે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. આતંકવાદનું આ કનેક્શન ક્યાં સુધી ફેલાયું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.