Home દેશ - NATIONAL કમલનાથના જન્મદિવસની કેક અંગે CM શિવરાજસિંહ ચૌહાણે કહ્યું “આ હિન્દુઓનું અપમાન”

કમલનાથના જન્મદિવસની કેક અંગે CM શિવરાજસિંહ ચૌહાણે કહ્યું “આ હિન્દુઓનું અપમાન”

97
0

મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ હવે એક બર્થડે કેક પર આમને સામને આવી ગયા છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસની મધ્ય પ્રદેશ શાખાના અધ્યક્ષ કમલનાથના જન્મદિવસ સમારોહ માટે તૈયાર કરાયેલા મંદિર આકાર અને હનુમાનજીની તસવીરવાળી કેક અંગે બુધવારે મોટો વિવાદ થયો. સોશિયલ મીડિયા પર સમારોહનો એક વીડિયો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેને હિન્દુઓનું અપમાન ગણાવ્યું. કમલનાથના પોતાના ગૃહનગર છિંદવાડાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેમના સમર્થકોએ તેમનો જન્મદિવસ ઉજવ્યો. તેમનો જન્મદિવસ 18 નવેમ્બરે છે પરંતુ અહીં અગાઉથી ઉજવવામાં આવ્યો.

વીડિયોમાં સ્વયંને હનુમાન ભક્ત કહેવડાવનારા કમલનાથ કેકની સાથે જોવા મળી રહ્યા છે. મંગળવાર સાંજે છિંદવાડામાં પૂર્વ મુખ્યમંત્રીના ઘરે આ જશ્ન મનાવવામાં આવ્યો. ભાજપ કાર્યાલયમાં પત્રકારો દ્વારા આ અંગે પૂછવામાં આવતા ચૌહાણે કહ્યું કે કોંગ્રેસ રામ મંદિર વિરુદ્ધમાં હતી. હવે તેઓ ફક્ત મત માટે હનુમાનજીને યાદ કરે છે. કેક પર હનુમાનજીની તસવીર લગાવે છે અને પછી તેને કાપે છે. આ હિન્દુ ધર્મ અને સનાતન પરંપરાનું અપમાન છે. આ અંગે સંપર્ક કરવામાં આવતા મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ કેકે મિશ્રાએ કહ્યું કે તેમને આ વિવાદની કોઈ જાણકારી નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોર્ટે જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની અરજીને સુનવણી લાયક ગણતા મુસ્લિમ પક્ષને લાગ્યો આંચકો
Next articleવૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!