Home દેશ - NATIONAL કતારમાંથી 8 ભારતીય નૌસૈનિકોની મુક્તિ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત...

કતારમાંથી 8 ભારતીય નૌસૈનિકોની મુક્તિ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત કરી

21
0

(જી.એન.એસ),તા.૧૩

નવીદિલ્હી,

કતારમાંથી ભારતીય નૌસૈનિકોની સુરક્ષિત વાપસીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારત અને પીએમ નરેન્દ્ર મોદીનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. નૌસૈનિકોની વાપસીને ભારતની મોટી કૂટનીતિક જીત તરીકે ગણવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તમામ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. આ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોની ધરપકડથી ભારત અને કતાર વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો હતો. કતારે ઓગસ્ટ 2022માં આ ભારતીય નૌસૈનિકોની ધરપકડ કરી હતી, પરંતુ તેનું કોઈ કારણ આપ્યું ન હતું. કતારમાં આ પૂર્વ ભારતીય નૌસૈનિકોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે ભારતે દોહામાં પણ અપીલ કરી હતી. ત્યાર બાદ ગયા વર્ષના અંતમાં કતારે આ નૌસૈનિકોની મૃત્યુદંડની સજા ઘટાડી હતી. કતાર તરફથી એવા સંકેતો મળ્યા હતા કે આ ભારતીય નૌસૈનિકો ટૂંક સમયમાં મુક્ત થઈ શકે છે.

જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતના એક દિવસ પહેલા કતાર દ્વારા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી છે. કતારમાંથી આઠ ભારતીય નૌસૈનિકોની સ્વદેશ વાપસી પર ખુશી વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 45 દિવસ પહેલા નૌસૈનિકોની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. અને હવે આપણા નૌસૈનિકોને સ્વદેશ પરત લાવીને એ સાબિત કરી દીધું છે કે “મોદી હૈ તો મુમકિન હે”. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન ગંગામાં લગભગ 27000 ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એનઆરઆઈને કોઈપણ યુદ્ધગ્રસ્ત અથવા આપત્તિગ્રસ્ત દેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પછી તે નેપાળ હોય કે અફઘાનિસ્તાન. તેથી છેલ્લા 10 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની SVNITનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો
Next articleજમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં EDએ સમન્સ પાઠવ્યું