Home દેશ - NATIONAL ઔરંગાબાદમાં એક યુવકની માનસિક વિકૃતિથી એક યુવતીની જિંદગી જોખમમાં મુકાઈ

ઔરંગાબાદમાં એક યુવકની માનસિક વિકૃતિથી એક યુવતીની જિંદગી જોખમમાં મુકાઈ

77
0

ઔરંગાબાદમાં એક દિલધડક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકની બેફિકરાઈ અને માનસિક વિકૃતિની સાથે સાથે એક યુવતીની જિંદગી પણ જોખમમાં મૂકી દીધી છે. ઔરંગાબાદની ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પીએચડી કરતી યુવતીના શરીર પર પેટ્રોલ રેડીને આગ લગાવી અને પોતાની જાતને પણ સળગાવી દીધી. હાલ આ ઘટનામાં બંને ખરાબ રીતે દાઝી ગયા છે અને બંનેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ચોંકાવનારી ઘટના ઔરંગાબાદ શહેરની ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના બાયોલોજી વિભાગમાં બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, છોકરી અને આરોપી છોકરો બંને પીએચડી સ્ટુડન્ટ છે અને જ્યારે છોકરી હનુમાન ટેકરી વિસ્તારની ફોરેન્સિક સાયન્સ કોલેજની લેબમાં પોતાનો પ્રોજેક્ટ કરી રહી હતી, ત્યારે છોકરો લેબમાં આવ્યો અને છોકરી પર પેટ્રોલ રેડ્યું અને તેણી પર આગ ચાંપી દીધી અને પોતાને પણ આગ લગાવી દીધી. આ પછી બંને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા.

આ જોઈ ઉતાવળમાં લોકો દોડી આવ્યા હતા અને કોઈક રીતે બંનેને આગમાંથી બચાવ્યા હતા. હાલ બંને ઘાટીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે માહિતી મળી છે કે આ બંને રિસર્ચ સ્ટુડન્ટ છે. છોકરી 30થી 40 ટકા દાઝી ગઈ છે, જ્યારે છોકરો 80-90 ટકા દાઝી ગયો છે. આરોપી છોકરાનું નામ ગજાનન ખુશાલરાવ મુંડે છે. હાલ આ ઘટનાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રેમ પ્રકરણના કારણે આ ઘટના બની હોવાની આશંકા છે.

આ પ્રેમમાં પાગલપનનો મામલો છે કે કેમ તે અંગે પોલીસે રહસ્ય ઉકેલવાનું શરૂ કર્યું છે. પોલીસ બંને ઘાયલોના નિવેદન નોંધશે અને ત્યાર બાદ જ સ્પષ્ટ થશે કે આ ભયાનક ઘટના શા માટે અને કયા કારણોસર બની હતી. આ ઘટના બાદ કોલેજ કેમ્પસથી લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

પોલીસ આ અંગે કોલેજ કેમ્પસ અને લેબ માં તે ઘટના વખતે ઉપસ્થિત વિદ્યાર્થીઓનું પણ નિવેદન લેશે. આ ઘટના અંગે હકીકત બંને છોકરા છોકરીનું નિવેદન લીધા પછી બહાર આવશે. ઔરંગાબાદની પોલીસ આ અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે. ઔરંગાબાદમાં આ ઘટના અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેરઠમાં યુવતીને ધર્મ પરિવર્તન ન કરાવવા પર શ્રદ્ધાની જેમ ટુકડા કરી દેવાની ધમકી આપી
Next articleરેલવેએ ગાઈડલાઈન કરી જાહેર, ટ્રેનમાં રાત્રે ફોનના ઉપયોગને લઈને લેવામાં આવ્યો નિર્ણય!