Home મનોરંજન ઐશ્વર્યા રાય બચ્ચન સરોગેટ માતા બનશે..??

ઐશ્વર્યા રાય બચ્ચન સરોગેટ માતા બનશે..??

761
0
SHARE

(S.yuLk.yuMk){wtçkE,íkk.08
ગુજરાત તથા રાજસ્થાનના પુષ્કરમાં આવનારા દિવસોમાં એક ફિલ્મ શૂટ થવાની છે જે સરોગસી પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. ટોઈલેટ એક પ્રેમકથાના ડિરેકટર શ્રી નારાયણ સિંહ અને પ્રેરણા અરોરા આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન લીડ રોલ કરે તેવી શકયતા છે. ટોઈલેટ- એક પ્રેમ કથાની સ્ક્રિપ્ટ લખનાર સિદ્ઘાર્થ અને ગરિમા અત્યારે શાહિદ કપૂરની બત્તી ગુલ, મીટર ચાલુના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યાર પછી તેઓ ડિરેકટર તરીકે સરોગસી પર આધારિત ફિલ્મ હાથમાં લેશે. આ વાતને પુષ્ટિ આપતા શ્રી નારાયણ સિંહે જણાવ્યું કે, ‘સિદ્ઘાર્થ-ગરિમા છેલ્લા ત્રણ વર્ષથી આ વિષય પર સંશોધન કરી રહ્યા હતા અને તેના માટે ફાયનાન્શિયલ સપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગુજરાતની એક સ્ત્રીના જીવન પર આધારિત છે જેને પોતાને કોઈ બાળકો નથી પણ તે કોઈ બીજા માટે સેરોગેટ માતા બનવા માંગે છે. એક તબક્કે તે બાળક સાથે લાગણીના તાંતણે જોડાઈ જાય છે અને પોતાનુ બાળક પાછુ માંગે છે.’ તે વધુમાં જણાવે છે કે ચોમાસા પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે, ત્યાં સુધી સ્ક્રિપ્ટ અને અન્ય તૈયારી ચાલશે.

Print Friendly, PDF & Email