Home અન્ય એસ્સારે 830 કરોડનાં રોકાણ સાથે 24 એમટીપીએની ક્ષમતા વાળા ભારતનાં સૌથી મોટાં...

એસ્સારે 830 કરોડનાં રોકાણ સાથે 24 એમટીપીએની ક્ષમતા વાળા ભારતનાં સૌથી મોટાં સંકુલનું નિર્માણ કર્યું

2194
0
SHARE

(જી.એન.એસ.) મુંબઈ/વિશાખપટનમ, તા.12
એસ્સાર વિઝાગ ટર્મિનલ લિમિટેડે (ઇવીટીએલ) આજે 24 એમટીપીએની ક્ષમતા ધરાવતું તેનું નવું વિઝાન આયર્ન ઓર સંચાલન સંકુલ દેશને અર્પણ કરશે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ અને જળ સંસાધન મંત્રી શ્રી નીતિન ગડકરી કરશે.
એસ્સારનાં ડિરેક્ટર શ્રી પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, “વિઝાન આયર્ન ઓર સંચાલન સંકુલ ખરાં અર્થમાં રાષ્ટ્રીય સંપત્તિ ગણી શકાય એવી સુવિધા છે. અમે સરકારનાં પોર્ટ-સંચાલિત વિકાસનાં વિઝનને સાકાર કરવા કટિબદ્ધ છીએ.”
પોતાનાં અત્યાધુનિક કાર્ગો સંચાલન ઉપકરણ સાથે સજ્જ આયર્ન ઓર સંચાલન સંકુલ ભારતીય બંદરો વચ્ચે આયર્ન ઓર માટે સૌથી વધુ ઝડપી વેસલ ટર્નએરાઉન્ડ ટાઇમ ધરાવશે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેની કાર્ગો સંચાલન ક્ષમતા વધીને 24 એમટીપીએ થશે. અત્યારે આયર્ન ઓર કોમ્પ્લેક્સ વિઝાગ પોર્ટનાં બહારનાં બંદર પર 20 મીટરની ઊંડાઈ સાથે 200,000 ડીડબલ્યુટી સુધીની સુપર કેપ સાઇઝનાં જહાજનું સંચાલન કરી શકે છે.
આયર્ન ઓર સંચાલન સંકુલને પર્યાવરણને અનુકૂળ બનાવવા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મિકેનાઇઝેશન અને પર્યાવરણનાં સ્થાયી રક્ષણમાં આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ડસ્ટ અને સ્પિલેજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેથી કાર્બનનાં ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને બંદર પર કામ કરવાની સ્થિતિમાં સુધારો થયો છે. ઇવીટીએલે સંપૂર્ણ 9.5 કિલોમીટરનું કન્વેયર નેટવર્ક પણ મજબૂત કર્યું છે અને પીએલસી ઓટોમેશન અપગ્રેડેશન કર્યું છે, જે રેકોર્ડ કાર્ગો સંચાલન કામગીરી માટે સક્ષમ બનાવશે.

ઇવીટીએલે ડિઝાઇન-બિલ્ડ-ફાઇનાન્સ-ઓપરેટ-ટ્રાન્સફર (ડીબીએફઓટી) પર વર્ષ 2015માં આ પ્રોજેક્ટ 30 વર્ષ માટે હાથમાં લીધો હતો. આયર્ન ઓરનું સંચાલન સંકુલ તમામ સીઝનમાં કાર્ય કરવા સક્ષમ છે, ડીપ ડ્રાફ્ટ સુવિધા ધરાવે છે, જે ચીન, જાપાન અને કોરિયા સહિત દક્ષિણ-પૂર્વ એશિયાનાં ઝડપથી વૃદ્ધિ કરતાં બજારોને સેવા આપવા સજ્જ છે. આ સંકુલ છત્તિસગઢ, ઓડિશા અને ઝારખંડ રાજ્યોમાંથી કાર્ગો લાવવા માટે પ્રતિબદ્ધ રેલ કનેક્ટિવિટી ધરાવે છે.
એસ્સાર પોર્ટર્સ લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ અગ્રવાલે ઉમેર્યું હતું કેઃ “આ પ્રોજેક્ટથી ભારતનાં પૂર્વનાં દરિયાકિનારા પર કાર્યરત નિકાસકારોને ઓછાં ટર્નએરાઉન્ડ ટાઇમ (ટીએટી) અને ફ્રેઇટ ખર્ચમાં ઘટાડાનો લાભ મળશે. આ સુવિધા નિકાસ અને દરિયાઈ ટ્રાફિક એમ બંનેને સપોર્ટ કરશે, જે સાગરમાલા પહેલનાં વિઝનનું વિસ્તરણ છે. અમે આ વિસ્તરણ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સાથસહકાર આપવા બદલ વિઝાગ પોર્ટ ઓથોરિટીનાં આભારી છીએ.”
એસ્સાર પોર્ટ્સ વિશે
એસ્સાર પોર્ટ્સ લિક્વિડ, ડ્રાઇ બલ્ક, બ્રેક બલ્ક અને જનરલ કાર્ગોનાં સંચાલન માટે પોર્ટ અને ટર્મિનલનાં વિકાસ અને કામગીરીમાં કુશળતા ધરાવે છે. તે ક્ષમતા અને ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પોર્ટ કંપનીઓમાંની એક છે. તે ભારતમાં ચાર ઓપરેશનલ ટર્મિનલ ધરાવે છે – પશ્ચિમ ભારતમાં હઝિરા અને સલાયા (બંને ગુજરાતમાં)માં એક-એક અને પૂર્વ ભારતમાં વિશાખાપટનમ અને પારાદીપમાં એક-એક. ભારતમાં પોર્ટ ટર્મિનલ્સની કુલ કાર્યકારી ક્ષમતા 95 એમટીપીએ છે, જે 2017-18માં વધીને 110 એમટીપીએ થવાની અપેક્ષા છે.

Print Friendly, PDF & Email