Home અન્ય રાજ્ય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની પૂછપરછ બાદ ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની પૂછપરછ બાદ ધરપકડ

51
0

(જી.એન.એસ) તા. 15

નવી દિલ્હી/રાંચી,

ઈડીએ 36 કરોડની રોકડ જપ્તીના કેસમાં કરી કાર્યવાહી

ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આલમગીર આલમના સેક્રેટરીના નોકરના ઘરેથી 37 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી, આ સંબંધમાં પહેલા તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ ઈડી એ તેની ધરપકડ કરી હતી. ઈડી એ મંગળવારે પણ આલમગીર આલમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમની સવારે 11 વાગ્યાથી પૂછપરછ કરવામાં આવી રહી હતી, ત્યારબાદ ઈડી એ તેમની ધરપકડની પુષ્ટિ કરી હતી. ઈડી એ રવિવારે આલમગીરને સમન્સ પાઠવ્યું હતું. તેમને 14 મેના રોજ રાંચીની ઝોનલ ઓફિસમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. તે મંગળવારે ઈડી સમક્ષ હાજર થયા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી ને માહિતી મળી હતી કે, આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. જે બાદ મંત્રીના ખાનગી સચિવના નોકર પર દરોડા પાડવામાં આવ્યો હતો. જ્યારે ઈડી ને તેને ત્યાંથી 37 કરોડની રોકડ મળી હતી. આ નોકરનો પગાર ખાલી 15000 હજાર હતો.

થોડા દિવસ અગાઉ ઈડી દ્વારા 10,000 રૂપિયાની લાંચના મામલે ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી આ રોકડ મળી આવી છે.

#Jharkhand #ED #Arrest

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણી: મોહનભાઈ કુંડારિયા બિનહરીફ ચૂંટાયા  
Next articleગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને 7 વખત રાજસ્થાન થી ધારાસભ્ય રહી ચૂકેલા કમલા બેનીવાલનું નિધન