Home વ્યાપાર જગત એનર્જી અને ઓઈલ & ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૩૪ પોઈન્ટનો...

એનર્જી અને ઓઈલ & ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૩૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

SHARE
Brave spanish bull

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૫૯૭.૮૪ સામે ૫૧૮૯૭.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૮૦૮.૭૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯૦.૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૩૪.૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૫૩૨.૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૪૭.૬૫ સામે ૧૫૪૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૪૩૪.૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૧.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૫.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૬૩૩.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. અમેરિકા સહિતના દેશોમાં આગામી એકથી દોઢ વર્ષમાં મંદી આવવાની અર્થશાસ્ત્રીઓની ધારણાં હોવાથી ભારતમાં ઉત્પાદન ક્ષેત્રે રિકવરી જળવાઈ રહેવાના રિપોર્ટ તથા સીધા વેરાની વસૂલીમાં જંગી વધારાના અહેવાલ વચ્ચે ભારતના બેન્ચમાર્ક ઈક્વિટી  ઈન્ડાસિસ સપ્તાહના પ્રારંભમાં ભારે અફડાતફડી બાદ ૬ દિવસની  સતત ઘટાડાની ચાલને બ્રેક લાગી હતી. મેના અંતે ઓછામાં ઓછા પાંચ ફન્ડો એવા હતા જેમની પાસે  ઈક્વિટી એસેટસના ૫%થી વધુ કેશ ઓન હેન્ડસ હતી સંસ્થાકીય રોકાણકારો જેમા ફન્ડ હાઉસોનો પણ સમાવેશ થાય છે તેમના દ્વારા નીચા ભાવે ખરીદી ચાલુ રહેતા તેમની પાસે કેશ ઓન હેન્ડસની માત્રામાં વર્તમાન સ્તરેથી વધુ વધારો થવાની શકયતા જણાતી નથી એમ રિસર્ચ પેઢી દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટમાં જણાવાયું હતું.

ફુગાવાજન્ય દબાણને પગલે મિડકેપ શેરોમાં ઓઈલ અને ગેસ, એનર્જી, કન્ઝ્યુમર ડયુરેબલ, મેટલ અને રિયલ્ટી શેરોમાં આક્રમક ખરીદી કરીને બજારને પોઝિટીવ ઝોનમાં રાખ્યું હતું. ક્રુડ તેલની વૈશ્વિક માગ ઘટવાના ભયે છેલ્લા કેટલાક સપ્તાહમાં ક્રુડ તેલના ભાવમાં ૧૦%થી વધુના થયેલા ઘટાડાની અસરથી ભારતીય તેલ કંપનીઓના શેરભાવ પર જોવા મળી હતી. આમ સેન્સેકસ શેરો તથા મિડ-કેપ અને સ્મોલ કેપ શેરોમાં મિશ્ર પ્રવાહ જોવાયો હતો.ચોમાસુ સમયપત્રક મુજબ આગળ વધી રહ્યું માટે આવનારા દિવસોમાં સ્થિતિ સાનુકૂળ રહેવાની અપેક્ષાએ આ ક્ષેત્રના સ્ટોકસમાં લેવાલી નીકળી હતી. ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ અને ગેસ, એનર્જી, કન્ઝ્યુમર ડયુરેબલ, મેટલ, રિયલ્ટી, યુટીલીટી અને આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૩૧ અને વધનારની સંખ્યા ૨૫૦૨ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના નાણાકીય બજારો ખાસ કરીને ઇક્વિટીએ છેલ્લા આઠ મહિનાથી વિદેશી ચલણનો આઉટફ્લો જોયો છે. અમેરિકાના ઊંચા વ્યાજદર અને યુક્રેન યુદ્ધે તેને વેગ આપ્યો છે. કોવિડ-૧૯ના લીધે દેશના જીડીપીની નબળી વૃદ્ધિ આર્થિક પરિદ્રશ્યએ વિદેશી મૂડીની ભારતમાંથી ઉડી જવાની પ્રક્રિયા વેગવંતી બનાવી છે. રિઝર્વ બેન્કે જણાવાયું છે કે જીડીપી વૃદ્ધિમાં કોવિડ જેવાં સંકોચનને પ્રતિસાદ આપવા ભારતમાંથી ૫% પોર્ટફોલિયો આઉટફ્લો જોવા મળી શકે  છે જે જીડીપીના ૩.૨% કે ૧૦૦.૬ અબજ ડોલર થાય. બીજા પ્રકારના સંજોગોમાં આઉટફ્લોનું પ્રમાણ વધારે હોઈ શકે આ ઘટાડો ૧૦૦ અબજ ડોલરને પણ વટાવી શકે છે. આ આઉટફ્લોનું પ્રમાણ જ એટલું હોય કે અમેરિકામાં વ્યાજદર વધશે તો વાંધો નહી આવે, જેવું વૈશ્વિક નાણાકીય કટોકટી વખતે બન્યું હતું. બીજુ આ પ્રકારની ઘટના દરમિયાન ભારતના વોલેટાલિટી ઇન્ડેક્સમાં આવેલો ઉછાળા જોવાય. આત્યંતિક સ્થિતિમાં બધા પરિબળોનું સંયોજન થાય તો પછી મૂડી જવાની સંભાવના ૫% જ છે. તેની સામે જીડીપીમાં ૭.૭% નું રોકાણ થાય છે. અને ટૂંકાગાળાની વેપાર ખાધ જીડીપીના ૩.૯% થાય. જ્યારે ટૂંકાગાળાની ક્રેડિટ રિટ્રેન્ચમેન્ટ જીડીપીના ૩.૯%  છે.

Print Friendly, PDF & Email