પેમેન્ટ્સ બેંકને ભારતીય રિઝર્વ બેંકની મંજૂરી મળે તો સાથે કામ કરવા તૈયાર એક્સીસ બેંક
(જી.એન.એસ),તા.૧૩
નવીદિલ્હી,
એક્સિસ બેંકના MD અને CEO અમિતાભ ચૌધરીએ કહ્યું છે કે જો તે પેટીએમ પેમેન્ટ્સ બેંકને ભારતીય રિઝર્વ બેંકની મંજૂરી મળે તો તેની સાથે કામ કરવા તૈયાર છે. અગાઉ એચડીએફસી બેંકના પરાગ રાવે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે બેંકો પેટીએમના મુદ્દા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ મામલામાં ઉતાર -ચઢાવ તરફ પર અમારું સંપૂર્ણ ધ્યાન છે. આ પહેલા સોમવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્રીય બેંક તેના નિર્ણય બાબતે કોઈ સમીક્ષા કરશે નહીં. અમિતાભ ચૌધરીએ સોમવારે કહ્યું કે તેઓ પેટીએમ સાથે કામ કરવા તૈયાર છે. જો કે, આ મુદ્દો નિયમનકારી મંજૂરી પર મુખ્ય આધાર રાખે છે. ચૌધરીએ ઉમેર્યું હતું કે જો તેમને RBI તરફથી પરવાનગીમળે તો તેઓ ચોક્કસપણે પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે કામ કરવા તૈયારી બતાવાઈ રહ્યા છે.
પ્રાઈવેટ સેક્ટર બેન્કના સીઈઓ ચૌધરીએ જણાવ્યું હતું કે પેમેન્ટ્સ બેન્ક આ સેક્ટરની એક અગ્રણી કંપની તરીકે ઓળખાય છે. હુરુન અને એક્સિસ બેંક દ્વારા બનાવવામાં આવેલ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટને લોન્ચ કરતી વખતે તેમણે આ સંદર્ભમાં આ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ અવસર પર એક્સિસ બેંકના ગ્રુપ એક્ઝિક્યુટિવ અર્જુન ચૌધરીએ કહ્યું કે પેટીએમ સાથે વાટાઘાટ કરવામાં આવી રહી છે. જોકે, આ ચર્ચા કોઈ ચોક્કસ પરિણામલક્ષી રહી નથી . આરબીઆઈએ 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ્સ બેંક પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં એચડીએફસી બેંકના પરાગ રાવે પેટીએમ પેમેન્ટ બેંક સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે બાદમાં આ વાત ખાસ આગળ વધી ન હતો. હવે વધુ એક બેંકે આ મામલે રસ બતાવ્યો છે. હાલની સમસ્યાઓ વચ્ચે આરબીઆઇ તરફ તમામની મીટ મંડાઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.