Home જનક પુરોહિત એક્ઝીટ પોલ સાચા પડે કે ખોટા, પણ દેશમાં રાજકીય વમળો પેદા થવાના...

એક્ઝીટ પોલ સાચા પડે કે ખોટા, પણ દેશમાં રાજકીય વમળો પેદા થવાના અણસાર છે

416
0
SHARE

ભાજપના નેતા બેઠકોનો ચોક્કસ આંકડો બોલે છે, ત્યારે આચાર્ય થાય છે. આ આંકડો કોઈ ઈશ્વરના પ્રતિનિધિ આવીને કહી ગયા ? કે તમે EVM દ્વારા મેનેજ કરીને આંકડો બોલો છો?

બે માસ સુધી શાસક – વિપક્ષની શાબ્દિક લડાઇએ દેશની જનતાને સત્તાની સાંઠમારી માં શાણપણ જરૂરી ન હોવાનો એહસાસ કરાવ્યો. તા. ૧૯ મેં ના રોજ સાતમાં અને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયું અને તે સાથે જ એક્ઝીટ પોલના વરતારાએ આક્રમણ કર્યું. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સારા થવા માટેની હોડ અનેક પ્રસંગોએ જોવા મળેજ છે. પરંતુ ન્યુઝ ચેનલોએ પણ જાણે કે હરીફાઈ આદરી હોય એવું ચિત્ર દેશની જનતા એ જોયું. અને આ કલ્પના ચિત્રના આધારે શેરબજાર ઉચકી ગયું.( કોર્પોરેટ હાઉસોની કમાલ જ હોય છે ) વિપક્ષનું જાને હવે દેશમાં કોઈ અસ્તિત્વ જ રહેવાનું ન હોય, તે પ્રકારે ભાજપના નેતાઓએ નિવેદનો શરુ કર્યા.
રાજકીય પંડિતો દ્વિધાભરી સ્થિતિમાં છે. જે વાસ્તવિક્તા નજર સામે જોવા મળે છે, તે એકાએક કેવીરીતે બદલાઈ જતી હશે. કોઈ આને દંભ ગણાવે છે તો કોઈ કરામત. ભાજપના ટોચના નેતા બેઠકોનો ચોક્કસ આંકડો બોલે છે, ત્યારે ઘણાને આચાર્ય થાય છે. આ આંકડો કોઈ ઈશ્વરના પ્રતિનિધિ આવીને કહી ગયા ? કે તમે EVM દ્વારા મેનેજ કરીને આંકડો બોલો છો? ચુંટણી મા રાજકીય પક્ષો અને ઉમેદવારોનું ભવિષ્ય મતદારો નક્કી કરતા હોય છે. પરંતુ EVM મશીન દ્વારા જ ભવિષ્ય તૈયાર કરવામાં આવ્યું હોય તો જ ચોક્કસ ફિગર સાથે જીતનો દાવો થઇ શકે.
વાત એ છે કે તા. ૨૩મે પછી દેશનું અને દેશની જનતાનું શું થશે? શું આ એક્ઝીટ પોલ સાચા પડશે ! ભાજપ ૩૦૦ થી વધુ બેઠક મેળવીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે? જો હા, તો દેશના વિપક્ષો અને રડ્યા ખડ્યા તટસ્થ મીડીયાનું શું થશે? ચિંતા નો વિષય જરૂર છે. ભાજપના પાંચ વર્ષના શાસન પછી યોજાયેલી લોકસભાની ચુંટણી માં ચુંટણી પંચના તટસ્થતા પર દાગ લાગ્યા છે. હવે પછીના પાંચ વર્ષ પછી ચુંટણી યોજાય તો તેમાં ચુંટણી પંચ તેની છબી સુધારે તે જરૂરી છે.
દેશના લોકતંત્ર પર પ્રજાનો વિશ્વાસ માત્ર ચુંટણી પંચ અને અદાલતના કારણે જ ટક્યો છે. આ બે સંસ્થાઓ વિશ્વસનીયતા ગુમાવી દે તો પછી આપણે કહી શકીશું કે હું આઝાદ ભારતનો નાગરિક છું !
આવતીકાલે પરિણામો જાહેર થવા લાગશે. ૨૦૧૯ એ ૨૦૧૪ નથી એટલે ચમત્કારિક પરિણામો આવી શકે તેવું લાગતું નથી. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિતના રાજ્યોમાં ૨૦૧૪ જેટલી બેઠકો ભાજપને મળવાની નથી. જે નુકસાન થવાનું છે, તે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માંથી ભરપાઈ થઇ જશે એવું ભાજપના નેતાઓનું આશ્વાસન ગળે ઉતરતું નથી. જેથી બેઠકો ઘટે એવું તમામ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જો બેઠકો ઘટે અને સરકાર રચવા માટે અન્ય પક્ષો – અપક્ષોની જરૂર ઉભી થાય તો વિપક્ષનું એલાઈન્સ પણ તેમાં કુદી પડશે. જેથી આ વખતે સરકારની સોગંદવિધિની તારીખ ભાજપ નક્કી કરી શકે નહિ એવું પણ બને. સરકાર રચવામાં વિલંબ થાય. જોકે નિર્ણય રાષ્ટ્રપતિ એ લેવાનો હોય છે જેથી ભાજપને અનુકુળતા રહે ખરી. પરંતુ જયારે નંબર ના અંક ગણિત શરુ થશે ત્યારે હોર્સ ટ્રેડીંગનો નજારો દેશને જોવા મળે એવું પણ બની શકે.
એક વાત ચોકાસ છે કે ૨૩ મે નાં પરિણામો પછી દેશમાં રાજકીય વમળો પેદા થશે. N.D.A હોય કે U.P.A પરિણામો પછીના રાજકીય નિવેદનો અને વિવાદો સમાચારોમાં હાવી થઇ રહેશે.
ભાજપ પાસે સત્તા અને સંપત્તિ બંને છે. જેથી સત્તા હાંસલ કરવામાં તેમને વિપક્ષ કરતા વધુ અનુકુળતા રહે એ સ્વાભાવિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બને એવું સહુ કોઈ સ્વીકારે છે. પરંતુ પૂર્ણ બહુમત થી કે ટેકાની સરકાર બને છે, તેના પર દેશની સુખશાંતિ અને સલામતીનો આધાર છે. પ્રજા મત આખરે સર્વોપરી જ હોય છે. એટલું નિશ્ચિત હશે કે આ વખતે વિપક્ષ ૨૦૧૪ કરતા વધુ બેઠકો મેળવીને વધુ અસરકારક વિપક્ષની ભૂમિકામાં રહેશે.

દરેક ચુંટણી પછી કોંગ્રેસના પ્રમુખે તો
રાજીનામું જ આપવું પડે છે

૨૦૦૨ થી એ સિલસિલો ચાલતો આવ્યો છે કે ગુજરાતમાં ચુંટણી વિધાનસભાની હોય કે લોકસભાની, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું પડ્યું છે. હવે ૨૦૧૯ ની ચુંટણીના પરિણામો આવતીકાલે જાહેર થશે. ગુજરાતમાં કોંગ્રેસ માટે ૧૦ થી વધુ બેઠકો જીતવાની અનુકુળતા હતી. ભલે કોંગ્રેસના નેતાઓ ન સ્વીકારે, પરંતુ છ માસમાં આ ૧૦ બેઠકો માંથી કોંગ્રેસ જીતી શકે એવી ચાર બેઠકો થઇ ગઈ છે. કોંગ્રેસ પ્રજામત કેવો છે તે ધ્યાનમાં લઈને જીતના દાવા કરે છે. પરંતુ જીતવા માટે નું આયોજન, મેનેજમેન્ટ અને સંગઠન અંગે કદી ચિંતા કરતા નથી. કાગળ પરના સંગઠનના આધારે કાર્યકર ટિકિટ મેળવી ઉમેદવાર બની શકે છે, પરંતુ ચુંટણી જીતી શકાતી નથી. બુથ મેનેજમેન્ટની ખામીના કારણે કોંગ્રેસ જીતની બેઠક પણ ગુમાવી દે છે. આ નરી વાસ્તવિક્તા નેતાઓ જાણતા હોવા છતાં તેનો ઉકેલ લાવી શકતા નથી. લાંબો સમય સત્તામાં રહ્યા પછી પક્ષમાં કાર્યકરોની કાર્ય પ્રણાલી અને તાસીર બદલી શકાતી નથી. જેથી ઉજળું ચિત્ર નજર સામે હોવા છતાં પરિણામ લાવી શકતા નથી. જેથી આ વખતે પણ પરિણામો પછી પ્રમુખે જવાબદારી સ્વીકારવી જ પડશે અને રાજીનામું આપવું પડશે.

Print Friendly, PDF & Email