Home અન્ય રાજ્ય ઉદયપુરમાં હિંસા ભડકી, ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો, ઈન્ટરનેટ પણ બંધ

ઉદયપુરમાં હિંસા ભડકી, ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો, ઈન્ટરનેટ પણ બંધ

18
0

(જી.એન.એસ),તા.17

ઉદયપુર,

ઉદયપુર એટલે એ પિકનિક સ્પોટ જ્યાં ગુજરાતીઓ છાશવારે ફરવા નીકળી પડતા હોય છે. અમદાવાદથી નજીક આવેલુ હોવાથી જો બે દિવસની રજા મળે તો ઉદયપુર ગુજરાતીઓથી ભરાઈ જાય છે. તેમાં પણ શનિવાર-રવિવારની રજા અને રક્ષાબંધનની રજા સાથે આવે છે. લાંબી રજાઓને કારણે અમદાવાદીઓ ફરવાનો પ્લાન બનાવે છે. તેથી જો તમે ઉદયપુર ફરવા જવાનો પ્લાન હોય તો માંડી વાળજો. કારણ કે, આખા શહેરમાં હિંસા ભડકી છે. હુમલાની એક ઘટના બાદ આખુ ઉદયપુર બંધ થઈ ગયું છે. એટલુ જ નહિ, શહેરમાં ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો બન્યા છે. હાલ શહેરમાં 144 ની કલમ લાગુ કરી દેવાઈ છે.  રાજસ્થાનમાં તળાવોના શહેર તરીકે પ્રખ્યાત ઉદયપુર સાંપ્રદાયિક હિંસાની આગમાં બળીને ખાખ થઈ ગયું. કન્હૈયા લાલ ટેલરની હત્યા બાદ શહેરમાં ભાઈચારો વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં અવાર-નવાર તણાવ જોવા મળી રહ્યો છે. ઉદયપુરમાં ફરી તણાવ જોવા મળ્યો છે.

ઘટનાની મળતી વિગતો પ્રમાણે, શુક્રવારે ક સરકારી શાળાના બે વિદ્યાર્થી વચ્ચેની લડાઈને કારણે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ. શહેરમાં ધોરણ10ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચાકુ મારી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના બાદ શહેરમાં તણાવનો માહોલ ફેલાય છે. લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. ગેરેજમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપવામાં આવી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાડ્યા.આ ઘટના સવારે 10:30 વાગ્યે સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ભટ્ટિયાની ચોહટ્ટામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.  કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું- હુમલો કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી ચેટના વીડિયો પણ વાયરલ થયા છે. ચેટમાં આરોપી વિદ્યાર્થીએ જાનથી મારવાની ધમકી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે.

હાલ ઘાયલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી રોષે ભરાયેલાં હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, હાથીપોળ, અશ્વિની બજાર, બાપુ બજાર અને ઘંટાઘર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી. ધીરે ધીરે આ ઘટના હિંસક બની ગઈ. અગમચેતીના ભાગરૂપે પોલીસકર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું- હુમલો કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, આ ઘટનાના વિરોધમાં કેટલાક હિન્દુ સંગઠનોના સદસ્ય શહેરમાં મધુબન વિસ્તારમાં એકત્રિત થયા હતા. ભીડે પથરાવ કર્યો હતો, અને ત્રણ-ચાર કારને આગ લગાવી હતી. શુક્રવારે સાંજ સુધી તણાવ વધતા બાપુ બજાર, હાથીપોળ, ઘંટાઘર, ચેતક સર્કલ અને આસપાસના વિસ્તારમાં બજાર બંધ કરવામાં આવ્યા હતા. હાલ શહેરમાં તણાવનો માહોલ છે. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર  હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા અંગેનો મુદ્દો ઉઠાવ્યો
Next articleપશ્ચિમ રેલવે દ્વારા 27 જોડી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ વધારાઈ