Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભયંકર માર્ગ અકસ્માત; આઠ લોકોના મોત

ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભયંકર માર્ગ અકસ્માત; આઠ લોકોના મોત

26
0

(જી.એન.એસ) તા. 12

હરદોઈ,

ઉત્તર પ્રદેશના હરદોઈમાં મલ્લવાન પોલીસ સ્ટેશન વિસ્તારના કટરા બિલ્હૌર રોડ પર એક ભયંકર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં રેતીથી ભરેલી ઓવરલોડ ટ્રક મોડી રાત્રે ચુંગી નંબર બે પાસે એક ઝૂંપડીની બહાર સુઈ રહેલા પરિવાર પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્યાં સૂતેલા તમામ આઠ લોકોના કરુણ મોત થયા હતા અને તે સિવાય એક માસૂમ બાળકીને ઈજા પણ થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જેસીબી અને હાઈડ્રાની મદદથી ટ્રક નીચે દટાયેલા તમામ લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પંચનામા કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.  

આ અકસ્માતની ઘટનામાં મૃતક ભલ્લા કંજાડ તેના પરિવાર સાથે રસ્તાની બાજુના ઝૂંપડામાં રહેતો હતો. દરરોજની જેમ મંગળવારે રાત્રે પણ તે પરિવાર સાથે રસ્તાના કિનારે સૂતો હતો. બુધવારે વહેલી સવારે, મહેંદી ઘાટ કન્નૌજથી હરદોઈ જઈ રહેલી રેતી ભરેલી ટ્રક ઝૂંપડીની ટોચ પર પલટી ગઈ, જેમાં ભલ્લા કંજાડનો આખો પરિવાર દટાઈ ગયો અને બધાના મોત થયા. આ ઘટનામાં માત્ર એક બાળકી બચી છે જે ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે. રાત્રે આખા પરિવારે સાથે ડિનર કર્યું અને પછી બધા ઝૂંપડીની બહાર સૂઈ ગયા. બધા લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક મોડી રાત્રે એક ઓવરલોડ રેતી ભરેલી ટ્રક કાબુ બહાર જઈને રોડ કિનારે તેમના ઘરની બહાર સૂઈ રહેલા પરિવાર પર પલટી મારી ગઈ હતી, જેના કારણે એક જ પરિવારના આઠ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ઘટનાની જાણ ડીએમ અને એસપીને કરી, જેઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ટ્રકની નીચે દટાયેલા તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા.

જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રસ્તાની બાજુના ઝૂંપડામાં રહેતા પરિવાર જોડે જમ્યા ઝૂંપડીની બહાર સૂઈ ગયા હતા, બધા લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક મોડી રાત્રે એક ઓવરલોડ રેતી ભરેલી ટ્રક કાબુ બહાર જઈને રોડ કિનારે તેમના ઘરની બહાર સૂઈ રહેલા પરિવાર પર પલટી મારી ગઈ હતી, જેના કારણે એક જ પરિવારના આઠ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ઘટનાની જાણ ડીએમ અને એસપીને કરી, જેઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ટ્રકની નીચે દટાયેલા તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપશ્ચિમ બંગાળમાં 4 વર્ષના બાળકમાં એચ9એન2 વાયરસના કારણે બર્ડ ફ્લૂથી માનવ ચેપનો કેસ મળી આવ્યો
Next articleબોગસ અરજીઓ ઘટવા લાગી: જીએસટી સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડો