Home દેશ - NATIONAL ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા, 4 લોકોના મોત, 139 લોકો ઘાયલ

ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા, 4 લોકોના મોત, 139 લોકો ઘાયલ

26
0

(જી.એન.એસ),તા.૦૯

ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં ગુરૂવારે સાંજે હિંસા ભડકી, ગુરૂવારે બપોરે 2 વાગ્યે 600થી વધઆરે પોલીસકર્મી બનભૂલપુરા સ્ટેશન પર ભેગા થયા, શહેરના મલિકના બગીચામાં સ્થિત ગેરકાયદેસર મદરેસા અને નમાજ સ્થળને તોડવા માટે નગર નિગમના કર્મચારી અને પોલીસકર્મી આગળ વધ્યા. તે દરમિયાન સાંજે 4 વાગ્યે વિસ્તારના સ્થાનિક લોકોએ પોલીસ પર 3 તરફથી પથ્થરબાજી અને હુમલો કરી દીધો. પોલીસકર્મીઓ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા. દરેક ગલી અને દરેક છતની ઉપરથી પથ્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો.

ગેરકાયદેસર મદરેસા અને નમાજ સ્થળ તોડવા પહોંચેલી પોલીસ અને નગર નિગમના કર્મચારીઓ ઉપદ્રવિયોના પથ્થરબાજીનો શિકાર થઈ ગયા. આ દરમિયાન આગચંપી થઈ. બનભૂલપુરા સ્ટેશનને પણ આગ લગાવવામાં આવી. ઉપદ્રવિયોએ વિસ્તારમાં ઉભી રહેલી પોલીસની અને પ્રાઈવેટ ગાડીમાં આગ લગાવી દીધી. નૈનીતાલના ડીએમ વંદના સિંહે જણાવ્યું કે આ હિંસામાં 4 લોકોના મોત અને 139 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથે જ તેમને કહ્યું કે ઉપદ્રવિયો દ્વારા ચારે બાજુથી પોલીસની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં 50થી વધુ પોલસસકર્મી સહિત 139 લોકો ઘાયલ થયા છે. હિંસામાં પત્રકાર અને નગર નિગમના કર્મચારી પણ ઘાયલ થયા છે. હિંસા બાદ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.

ઘટનાસ્થળ પરથી આવી રહેલી તસ્વીરો જણાવી રહી છે કે કેવી રીતે બનભૂલપુરા સ્ટેશનની અંદર ઘુસીને ઉપદ્રવિયોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી અને બહાર ઉભી રહેલી પોલીસની ગાડીઓને પણ આગ લગાવી દીધી. રસ્તા પર દરેક બાજુ પથ્થર જ નજર આવી રહ્યા છે, જે પોલીસકર્મી અને નગર નિગમના કર્મચારીઓ ઉપર ફેંકવામાં આવ્યા. વિસ્તારમાં વધતી હિંસાને જોઈ આસપાસના જિલ્લામાંથી વધુ ફોર્સ મગાવવામાં આવી છે. પેરામિલિટ્રી ફોર્સની 4 કંપની એકસ્ટ્રા બોલાવવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં પોલસકર્મી અને ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પથ્થરમારો અને આગચંપી બાદ બનભૂલપુરા સ્ટેશનમાં ડીએમ વંદના સિંહ અને એસએસપી પ્રહલાદ મીણાએ નિરીક્ષણ કરી બેઝ હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મીઓની તબિયત જાણી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાઝા પટ્ટીના રાફામાં ઈઝરાયેલએ એર સ્ટ્રાઈક કરી, 13 લોકોના મોત
Next articleભાજપ નેતા સાંસદ નરહરી અમીને OBC મુદ્દે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પલટવાર કર્યો