Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં સાયકલ લઈને જતી છાત્રાને કાર ચાલકે 200 મીટર સુધી ઢસડી, હાલત...

ઉત્તરપ્રદેશમાં સાયકલ લઈને જતી છાત્રાને કાર ચાલકે 200 મીટર સુધી ઢસડી, હાલત છે ગંભીર

64
0

યૂપીના કૌશાંબી જિલ્લાના મંઝનપુર કોતવાલીના દેવખર પુર ગામની નજીક બેકાબૂ કારે સાયકલ સવારે વિદ્યાર્થિનીને ટક્કર મારી દીધી હતી. ટક્કર લાગતા છાત્રા સાયકલ સહિત કારમાં ફસાઈ જતાં 200 મીટર સુધી ઢસડાતી રહી હતી. આ દુર્ઘટનામાં છાત્રા ગંભીર રીતે ઘાયસ થઈ હતી. જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. પોલીસે આ મામલામાં આરોપી ચાલક વિરુદ્ધ કેસ નોંધી લીધો છે અને કારને જપ્ત કરી લીધી છે. મંઝનપુર કોતવાલી વિસ્તારના દેવખરપુર ગામની રેનૂ દેવીએ પોલીસને આપેલી દલીલમાં જણાવ્યું છે કે, તેમની દીકરી કૌશલ્યા એક કોચિંગ ક્લાસમાં ભણે છે.

તે દરરોજની માફક 1 જાન્યુઆરીએ પણ બપોરે ક્લાસમાં જવા સાયકલ લઈને નીકળી હતી. ત્યારે રસ્તામાં બાજાપુર ગામની નજીક પાછળથી આવેલા કાર સવાર રામ નરેશે દીકરીની સાયકલને ટક્કર મારી. ટક્કર લાગવાથી દીકરી રસ્તા પર પડી ઘઈ. ત્યાર બાદ કાર ચલાવી રહેલા ડ્રાઈવરે ભાગવાની કોશિશ કરી. તેનાથી કૌશલ્યા કારમાં ફસાઈને લગભગ 200 મીટર સુધી ઢસળાતી રહી. આ દરમિયાન કાર બેકાબૂ થઈને રોડ કિનારે ખાડામાં જતી રહી. દુર્ઘટના બાદ કાર સવાર ગાડી મુકીને ભાગી ગયો. ગામલોકોની મદદથી દીકરીને હોસ્પિટલ સુધી પહોંચાડી. જ્યાં તેની સારવાર કરી રહેલા ડોક્ટર્સે કહ્યું કે, છાત્રાનો એક હાથ અને એક પગ તૂટી ગયો છે. કારની નીચે ઢસડાવવાના કારણે તેનો ચહેરો, છાતી અને પીઠમાં ગંભીર ઈજા થઈ છે. આ મામલામાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીમાં યુવકે યુવતીએ લગ્નની ના પાડતા ‘એસિડ’ ફેંકવાની આપી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી
Next articleભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!