Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના અલીગઢમાં માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને સેનેટાઈઝર છાંટીને જીવતી બાળી મૂકીને...

ઉત્તરપ્રદેશના અલીગઢમાં માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને સેનેટાઈઝર છાંટીને જીવતી બાળી મૂકીને ઘટનાસ્થળેથી ફરાર

49
0

ઉત્તર પ્રદેશના અલીગઢથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કળયુગી માતાની હેવાનીયત જોઈને દરેક સ્તબ્ધ છે. પતિ પત્નીના વિવાદમાં કળયુગી માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને સેનેટાઈઝર નાખીને બાળી મૂકી. ઘટના બાદ મમતા શબ્દને કલંકિત કરનારી આ માતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ. ત્યારબાદ 5 વર્ષની માસૂમ બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને આરોપી માતાની શોધ શરૂ કરી છે. સેનેટાઈઝર છાંટી જીવતી બાળી મૂકી?.. અલીગઢ પોલીસ મથકના અતરૌલી વિસ્તારના મોહમ્મદપુર બડેરા ગામની રહીશ આશાદેવીનો પતિ સાથે કોઈ વાતે ઝઘડો થયો. વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં આશાદેવીએ પોતાની 5 વર્ષની પુત્રી વંદના પર સેનેટાઈઝર છાટીને જીવતી બાળી મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગઈ.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. પિતાની ફરિયાદના આધારે અતરૌલી પોલીસે આશા દેવી વિરુદધ 302 હેઠળ કેસ દાખલ કર્યો અને આરોપી મહિલાને પકડવા માટે 2 ટીમો બનાવી છે. આસપાસના લોકોનું કહેવું છે કે પોતાની જ કોખેથી જન્મેલી 5 વર્ષની પુત્રી પર સેનેટાઈઝર નાખીને તેને બાળી મૂકવાની ઘટના ખુબ જ ખૌફનાક અને શરમજનક છે. લોકોમાં ચર્ચા છે કે આખરે પતિ પત્ની વચ્ચે થયેલા વિવાદમાં કોઈ માતા પોતાના જ બાળક પ્રત્યે આટલી ક્રૂર કઈ રીતે બની શકે. આથી આવી માતાને તો ફાંસીની સજા થવી જોઈએ. આ ઘટનામાં આ માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું.. ઘટનાની જાણકારી આપતા સીઓ અતરૌલી મોહસિન ખાને જણાવ્યું કે આ ઘટના બે દિવસ જૂની છે. અતરૌલી વિસ્તારના મોહમ્મદ પુર બડા ગામની રહીશ આશાદેવીએ પતિ સાથે વિવાદ બાદ પુત્રી પર સેનેટાઈઝર નાખીને તેને જીવતી બાળી મૂકી. ઘટના બાદ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે પતિની ફરિયાદના આધારે આશાદેવી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાયો છે. આરોપી મહિલાને પકડવા માટે ત્રણ ટીમો પણ બનાવી છે. જલદી આરોપી મહિલાની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટનો ચુકાદો, ચૂંટણી કમિશ્નર અને મુખ્ય ચૂંટણી કમિશ્નર, CBI ચીફ માફક થશે નક્કી
Next articleમાર્ચ મહિનામાં OTT પર રિલીઝ થશે આ 7 ધમાકેદાર ફિલ્મો.. તો ઉઠાવો જોવાનો લાભ