(જી.એન.એસ) તા. 20
ચંડીગઢ,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા હરિયાણા માં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં, કોંગ્રેસના નેતા અને હરિયાણાના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની “ગેરકાયદેસર” ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે પંવર (55)ને શનિવારે વહેલી સવારે ગુરુગ્રામમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ધારાસભ્યને અંબાલામાં સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં કેન્દ્રીય એજન્સી તેને કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરશે. એજન્સીએ જાન્યુઆરીમાં રાજ્યના યમુનાનગર પ્રદેશમાં “મોટા પાયે ગેરકાયદેસર ખાણકામ”ના આરોપમાં પંવાર સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા.
જે બાદ પોલીસ દ્વારા આ કેસમાં ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહ અને તેના એક સહયોગી કુલવિંદર સિંહની યમુનાનગરથી ધરપકડ કરી હતી. હરિયાણાની 90 સીટો માટે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ છતાં, હરિયાણા પોલીસ દ્વારા યમુનાનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં પત્થરો, કાંકરી અને રેતીના કથિત ગેરકાયદેસર ખનન અંગે અનેક FIR નોંધવામાં આવી હતી. મની લોન્ડરિંગનો આ મામલો પણ તેની સાથે જોડાયેલો છે.
કેન્દ્રીય એજન્સી ‘ઈ-રાવણ’ યોજનામાં કથિત ગોટાળાની પણ તપાસ કરી રહી છે. ‘ઈ-રાવણ’ એ હરિયાણા સરકાર દ્વારા 2020 માં રોયલ્ટી અને ટેક્સ વસૂલાતને સરળ બનાવવા અને ખાણકામ ક્ષેત્રોમાં કરચોરી અટકાવવા માટે શરૂ કરાયેલ એક ઓનલાઈન પોર્ટલ છે. ED અનુસાર, એવો અંદાજ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કથિત ગેરકાયદે માઇનિંગ દ્વારા લગભગ 400-500 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.