ભારતના ઉત્તરી ભાગમાં ફેબ્રુઆરીનો મહિનો ગુલાબી ઠંડી માટે ઓળખાય છે. ઠંડીની સિઝન વિદાય લેતી દેખાઈ રહી છે અને ગ્રીષ્મ ઋતુનું આગમન ધીમે ધીમે થઈ રહ્યું છે. ફેબ્રુઆરી વસંત એટલે કે, પાનખરનો સમય હોય છે. પણ આ વખતે પ્રકૃતિનો અજીબ ખેલ જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે. ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ અને વસંતની જગ્યાએ ડાયરેક્ટ ગરમી ખાબકી રહી છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં હાઈ ડિગ્રી તાપમાન રેકોર્ડ ઉત્તર ભારતમાં બની રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં શિમલામાં રવિવારે સરેરાશ અધિકતમ તાપમાન સામાન્યથી 11 ડિર્ગી સેલ્સિયસ વધારે લગભગ 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.
જે ગત 20 વર્ષોમાંથી ફેબ્રુઆરી મહિનામાં શિમલામાં સૌથી વધારે છે. આવી જ હાલત પંજાબ, હરિયાણા, દિલ્હી, યૂપી, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં રહ્યું. આ રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ફેબ્રુઆરી 2023 સુધી પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફવર્ષાની સંભાવના છે. આ દરમિયાન મધ્ય ક્ષોભમંડલીય હવાઓ દસ્તક દઈ રહી છે. આ પશ્ચિમી વિક્ષોભના કારણે 21 ફેબ્રુઆરી સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ છુટક વરસાદ અથવા બરફવર્ષા અને હિમાચલ અને ઉત્તરાખંડમાં છુટક વરસાદ/બરફવર્ષા થવાની સંભાવના છે.
હવામાન વિભાગએ કહ્યું કે, જમ્મુ વિસ્તારમાં આજના તાપમાનમાં ઘટાડાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાલથી તાપમાનમાં ઘટાડો આવવાની આશા છે. આવનારા અમુક દિવસોમાં પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગએ પોતાના બુલેટિનમાં કહ્યું કે, જમ્મુ કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 20 ફેબ્રુઆરી 2023ના રોજ વીજળી પડવાની સાથે છુટક ગરજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
આ દરમિયાન 20થી 23 ફેબ્રુઆરી વચ્ચે અરુણાચલ પ્રદેશમાં હળવાથી લઈને મોટા પાયે વરસાદ અને પૂર્વી અસમ, નાગાલેન્ડ, મણિપુર અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ થવાની સંભાવના છે. 22 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશના બાકીના ભાગમાં હવામાનમાં કોઈ મહત્વના ફેરફાર થવાની સંભાવના નથી. આ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કેટલાય ભાગોમાં મહત્તમ તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.
આગામી બે દિવસ દરમિયાન કચ્છ અને કોંકણમાં અલગ અલગ જગ્યા પર ગરમ હવાઓ ચાલવાની વાત હવામાન વિભાગએ કહી છે. રાજધાની દિલ્હીમાં રવિવારે ફેબ્રુઆરીમાં 2 વર્ષનું સૌથી વધઆરે અધિકતમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિજ્ઞાનના વિભાગે કહ્યું કે, આ વર્ષે તાપમાનમાં અસામાન્ય વૃદ્ધિ સાથે, અધિકતમ તાપમાન સીઝનના સરેરાશથી 7 ડિગ્રી વધારે હતું. સીઝનનું ન્યૂનતમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસની સાથે સામાન્ય રહ્યું.
હવામાન વિભાગએ આજ અધિકતમ તાપમાનમાં 0.5 ડિર્ગી સેલ્સિયસના વધારા સાથે 32 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું અનુમાન લગાવ્યું છે. આવનારા અઠવાડીયામાં તાપમાનમાં કોઈ ખાસ વધારો અથવા ઘટાડો દેખાશે નહીં. દિલ્હી અને તેની આજૂબાજૂના વિસ્તારોમાં અઠવાડીયામાં મોટા ભાગના સમયે વાદળો છવાયેલા રહેવા અને છુટક વરસાદની કોઈ સંભાવના નથી. સવારના સમયે હળવો ભેજ રહેવાનું અનુમાન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.