Home ગુજરાત આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા નહીં નિકળે….!?

આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા નહીં નિકળે….!?

309
0
SHARE

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.18
સુપ્રિમ કોર્ટે કોરોના મહામારીને જોતાં પૂરીના જગ વિખ્યાત ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા આ વખતે મોકૂફ રાખવા આદેશ આપ્યો છે ત્યારે તેનું કારણ આગળ ધરીને ગુજરાતમાં પણ અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોકૂફ રહે તેમ મનાય છે. બીજી તરફ આ રથયાત્રા વર્તમાન પરિસ્થિતિને જોતાં મોકૂફ રાખવાની દાદ માંગતી એક રીટ અરજી પણ હાઇકોર્ટમાં થઇ છે. તેથી અમદાવાદમાં આ વર્ષે રથયાત્રા નહીં નિકળે એમ જણાઇ રહ્યું છે.
દર વર્ષે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે જમાલપુરના મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા 3 રથો સાથે નિકળે છે. આ વર્ષે અમદાવાદ કોરોનામાં સપડાયેલું છે. રથયાત્રાનો રૂટ કોરોનાના રેડઝોનમાંથી પસાર થાય છે. રથયાત્રામાં હજારો ભક્તો જોડાતા હોવાથી કોરોના સંક્રમણને રોકવા રથયાત્રા આ વખતે રદ્દ કરવામાં આવે એવા સરકારી એજન્સીઓના રીપોર્ટ પણ હોવાથી પૂરીની રથયાત્રાને મોકૂફ રાખવાના આદેશથી અમદાવાદની રથયાત્રા પણ આ વર્ષે કોરોનાને લીધે મોકૂફ કે રદ્દ કરવામાં આવે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.

Print Friendly, PDF & Email