Home ગુજરાત આરોગ્ય વિભાગને અર્પણ…!! 43 ડીગ્રી ગરમીમાં વીજળી વગર ચાલે છે રાધેજાનુ PHC...

આરોગ્ય વિભાગને અર્પણ…!! 43 ડીગ્રી ગરમીમાં વીજળી વગર ચાલે છે રાધેજાનુ PHC કેન્દ્ર…!

140
0
SHARE
ડોટ્ટટર નથી, કંપાઉન્ડર નથી, ઇમારત ખંડેર છે, પાણીની વ્યવસ્થા નથી, લાઇટ નથી…પંખો નથી….
ધાબામાંથી ગમે ત્યારે પોપડા માથા ઉપર પડે….!!
કે પછી ભાડમેં જાય કેન્દ્ર કે પેટા કેન્દ્ર…..! એવી કોઇ માનસિક્તા છે તંત્રની…?
વોટર કૂલર છે પણ વીજળી જ નથી, તો પાણી ક્યાંથી કૂલ કૂલ થાય….!

(જીએનએસ. વિશેષ અહેવાલ)

ગાંધીનગર,

આ પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંઈ કચ્છના કોઇ દૂર અંતરિયાળ વિસ્તારમાં નથી. જ્યાંથી સરકાર ચાલે છે તે ગાંધીનગરથી સહેજ દૂર રાંધેજા ખાતે આવેલું છે. હાલમાં 43 ડિગ્રી ગરમીનો પારો ચાલી રહ્યો છે. બહાર નિકળિયે તો શેકિ જાય એવી ગરમી છતાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીએચસી-માં વીજળીની સુવિધા નથી. કોરણ……જીઇબીવાળા મીટર કાઢીને લઇ ગયા છે….!! પંખો છે પણ લાઇટ નથી. અને આ પીએચસી કેન્દ્રની બિલ્ડીંગ એટલી જર્જરિત અવસ્થામાં છે કે અદંર ધાબામાંથી ગમે ત્યારે પોપડા માથા ઉપર પડે….!! ધાબાના સળિયા દેખાય છે. વોટર કૂલર છે પણ વીજળી જ નથી, તો પાણી ક્યાંથી કૂલ કૂલ થાય….!

રાંધેજા પ્રાથમિક કેન્દ્ર નજીકના રૂપાલ કેન્દ્ર સાથે જોડાયેલું છે. આખી ઇમારત ખંડેર જેવી લાગે. ઠેરઠેર પોપડા ઉખડી ગયેલી છત છે. ટોઇલેટ-ઇજિજત ઘર- એવા છે કે જે જોઇને આરોગ્ય વિભાગની ઇજિજતને ચાર ચાંદ લાગી જાય…! ચારેકોર ગંદગી, બદબૂ, કચરાના ઢગલા, તૂટેલી ફૂટેલી પ્લાસ્ટિકની ડોલ અને સાફસપાઇના તો કોઇ ઠેકાણા જ નથી. આ કેન્દ્ર અંગે સ્થાનિકો કહે છે કે આવી ખરાબમાં ખરાબ પરિસ્થ્તિમાં પણ કોઇ વાઘેલા નામના કર્મચારી 43 ડીગ્રી ગરમીમાં પંખા વગર કામ કરવા મજબૂર છે.

આ પેટા કેન્દ્ર સાથે 10 જેટલી આશા વર્કરો અને અન્ય સ્ટાફ જોડાયેલો છે. ગામમાં ટીબીના દર્દીઓને નિયમિત દવાનો ડોઝ, સગર્ભા મહિલાઓની સારસંભાળ અને અન્ય નાના મોટા કામ આ પેટા કેન્દ્ર દ્વારા ચાલે છે. નજીકમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરાઇ કે જીઇબી વાળા મીટર કાઢીને લઇ ગયા છે, છતાં પુનઃજોડાણ માટે કોઇ કાર્યવાહી થઇ નથી….

શરીર દાઝે એવી આટલી ભીછણ ગરમીમાં કામ કઇ રીતે થાય….? પણ આરોગ્ય વિભાગને ત્યારે જ ખબર પડે કે અક્ષયકુમારની ફિલ્મ ટોઇલેટમાં ગામડામાં શૌચાલયો બનાવવા માટેની ફાઇલોના ઢગલા કરનાર કચેરીના તમામ ટોઇલેટને તાળા મારી દેવામાં આવ્યા ત્યારે જે કર્મચારીઓને ટોઇલેટની અગત્યતા સમજાઇ તેમ આરોગ્ય વિભાગના સત્તાધીશોને વીજળી વગર કામ કરવાની ફરજ પાડવામાં આવે ત્યારે સમજાય કે રાંધેજા પેટા કેન્દ્ર વગર વીજળીએ 43 ડીગ્રી ગરમીમાં કઇ રીતકે કામ કરે છે….!! શરમ આવવી જોઇએ આવા સરકારી બાબુઓને કે જેઓ એસી ચેમ્બરમાં બેસીને તંત્ર ચલાવી રહ્યાં છે. જો કે રાંધેજા પેટા કેન્દ્રની સમસ્યા તેની જાણકારી વિભાગે આપવી જોઇએ. જીઇબીના સત્તાવાળાઓ મીટર કાઢીને લઇ ગયા તો તેનો અર્થ કે વીજબિલ ભરવામાં આવ્યું નહીં હોય, રાંધેજા પેટા કેન્દ્ર દ્વારા રૂપાલ કેન્દ્રને જાણ કરાઇ હશે, રૂપાલ કેન્દ્રએ ઉપલી કચેરીને જાણ કરી હશે. આમ મામલો ક્યાંકને ક્યાંક તો પહોંચ્યો હશે કે રાંધેજા પેટા કેન્દ્રમાં વીજળીની વ્યવસ્થા નથી તો ત્યાં કામ કઇ રીતે ચાલતું હશે…..!!

વિધાનસભામાં આરોગ્ય વિભાગનું કરોડો-કરોડો રૂપિયાનું બજેટ અને એમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે તો અનેક સુવિધાની જાહેરાતો, તો રાંધેજા પેટા કેન્દ્ર કોઇ પરદેશમાં આવેલું છે…? ગાંધીનગરથી પથથર ફેંકીએ એટલે દૂર છે આ પેટા કેન્દ્ર. છતાં ભીષણ ગરમીમાં કામ કરનાર કર્મીઓની કોઇ સારસંભાળ લેવામાં આવી કે કેમ….?

ડોટ્ટટર નથી, કંપાઉન્ડર નથી, ઇમારત ખંડેર છે, પાણીની વ્યવસ્થા નથી, લાઇટ નથી…પંખો નથી….એવી કપરી સ્થિતિમાં સ્ટાફ ખઇ રીતે કામ કરતું હશે એની કોઇ ચિંતા એસી ચેમ્બરવાળા સરકારીબાબુઓએ કરી…? કે પછી આપણે શું…આપણે ત્યાં તો તમામ સુવિધા છે…ભાડમેં જાય કેન્દ્ર કે પેટા કેન્દ્ર…..! એવી કોઇ માનસિક્તા છે…?

Print Friendly, PDF & Email