(જી.એન.એસ) તા. 26
નવી દિલ્હી,
વીમા ક્ષેત્ર વચ્ચે ઊંડી સમજણ અને જોડાણને પ્રોત્સાહન આપવા તથા તમામ નાગરિકો, આયુષ હોસ્પિટલો અને હેલ્થકેર પ્રોવાઇડર્સને વાજબી ખર્ચે આયુષ હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા ભારત સરકારનાં આયુષ મંત્રાલયે સંવેદનશીલતા કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે ખાસ કરીને જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓની એક્ઝિક્યુટિવ લીડરશીપ ટીમો અને આયુષ હોસ્પિટલોનાં માલિકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ 27 મે, 2024ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, નવી દિલ્હી ખાતે યોજાશે. આ કાર્યક્રમનો હેતુ માત્ર લોકો માટે આયુષ સારવારની સુલભતા અને સામર્થ્યને વધારવાની છે, આખરે સમગ્ર દેશમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે, પણ સાથે સાથે ભારતમાં વીમા કવચ માટે સરકારી અને ખાનગી આયુષ હોસ્પિટલોની પેનલમાં પણ સુવિધા પ્રદાન કરવાનો છે.
આ કાર્યક્રમ આરોગ્ય વીમા યોજનાઓમાં આયુષ સારવારને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જરૂરી નિયમનકારી માળખા અને નીતિગત સહાયની ચર્ચા કરશે તથા પડકારો અને તકો એમ બંનેનું સમાધાન કરવા મુખ્ય હિતધારકો વચ્ચે સંવાદની સુવિધા આપશે. ચર્ચાના અન્ય મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે – આયુષ ક્ષેત્રમાં વીમા કવચ, સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સ (એસટીજી) અને વીમા ક્ષેત્ર માટે આઇસીડી કોડ્સ, વીમા ક્ષેત્રમાં આયુષનો પ્રવેશ, આયુષ હોસ્પિટલની એઆઇઆઇએની સંભવિત, સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ, રોહિણી પ્લેટફોર્મ પર આયુષ હોસ્પિટલોનું ઓન બોર્ડિંગ, વીમા કવચ માટે આયુષ હોસ્પિટલની પેનલ સહિતના છે. આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના વીમા માટેના નિષ્ણાતોના કોર ગ્રુપના ચેરમેન પ્રો. બેજોનકુમાર મિશ્રા, આયુષ મંત્રાલયના સલાહકાર ડૉ. કુસ્તુભા ઉપાધ્યાય, ડીજીએચએસના ડીજીજી ડૉ. એ. રઘુ, આયુર્વૈદ હોસ્પિટલ શ્રી રાજીવ વાસુદેવન, પ્રોફેસર આનંદરામન પી.વી., શ્રી મુકુંદ કુલકર્ણી હેડ હેલ્થ, એઆઈઆઈએમાં ડીએમએસ ડો.અલકા કપૂર, સીટીઓ, આઈઆઈટીઆઇ શ્રી યોગાનંદતડેપલ્લી અને જીઆઈસી શ્રી સેગર સંપતકુમાર મુખ્ય વક્તા હશે
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.