Home ગુજરાત આમ જનતા સાથે પોલીસનો ભેદભાવ…? વૃષ્ટિ કેસમાં તાત્કાલિક તપાસ તો ગરીબ દીકરીના...

આમ જનતા સાથે પોલીસનો ભેદભાવ…? વૃષ્ટિ કેસમાં તાત્કાલિક તપાસ તો ગરીબ દીકરીના કેસમાં ઢીલ કેમ…?

373
0
SHARE

(જી.એન.એસ,રવિંદ્ર ભદોરિયા)તા, ૦૫/૧૦

અમદાવાદ: પોલીસ દેશના નાગરિકો માટે 24 કલાક સેવા આપે છે પરંતુ પોલીસ ચોપડે ઘણા એવા કેસ કે અરજીઓ પડી ધૂળ ખાઈ રહી છે છતાં આજ દિન સુધી એનું નિકાલ આવ્યો નથી. બે દિવસ પેલા વૃષ્ટિ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી જેને લઈ પોલીસે આકાશ પાતાળ એક કરી તેનું નંબર ટ્રેસ કરી લોકેશન શોધી કાઢ્યું.પરંતુ અમદાવાદના 50થી વધારે પોલીસ સ્ટેશન છે જેમાં કોઈ વ્યક્તિએ જાણવા જોગ અરજી કે લિખિત અરજી આપી હોય તેની તપાસ પોલીસ ચાર ચાર અથવા એક વર્ષ પણ વીતી જાય છે છતાં એ સામાન્ય વ્યક્તિને ગુમ થયેલ પોતાની દીકરીની માહિતી મળતી નથી.

હવે એવું લાગી રહ્યું છે કે જો તમારી પકડ મજબૂત હશે તો જ તમારું કામ પોલીસ કરશે. પૂર્વ વિસ્તારમાં આવેલ ઘણા પોલીસ સ્ટેશનોમાં ધૂળ ખાઈ રહી ફરિયાદ. અરજીનો નિકાલ કેટલાય વર્ષે આવે છે. પરંતુ વૃષ્ટિ ના કેસમાં સોહા અલી ખાનની ટ્વિટર બાદ ગુજરાત પોલીસ તુરંત હરકતમાં આવી અને તપાસ શુરું કરી દીધી. અમે તમને આમ વ્યક્તિની દીકરીની ગુમ થયાની કહાની જણાવા જઇ રહયા છીએ અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 4 મહિના પેલા છોકરી ગુમ થયાની જાણવા જોગ અરજી આપી હતી છતાં આજ ચાર મહિના પૂર્ણ થવા આવ્યા હજુ સુધી પોલીસ તેનું નિરાકરણ લાવી શકી નથી. કે નથી તેનું લોકેશન પણ શોધી શકી નથી.અને વૃષ્ટિના કેસમાં પોલીસ ટિમ બનાવી શોધખોળ કરી રહી છે, કારણ કે તેની પાછળ મુંબઈની એક્ટર સોહાઅલી ખાન છે એટલે ગુજરાત પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ત્યારે અમદાવાદના કમિશનરે એક પહલ દ્વારા દરેક પોલીસ સ્ટેશનની માહિતી મેળવી જોઈએ જેનાથી અંદરનો સ્ટાફ આ બાબતે ગંભીર નોંધ લે.. !

નવા નરોડા પોલીસ ચોકીમાં પણ એક છોકરી ગુમ થયાની જાણવા જોગ અરજી થઈ હતી પરંતુ ત્યાંના PSI મેડમ કેવો જવાબ આપે છે જુઓ તેમનું કહેવું છે કે આ કેસમાં અમે કંઈ ન કરી શકીએ તમારી છોકરી આવશે તો અમે આપને મલાવી દઈશું ત્યાં સુધી શાંતિ રાખો. ત્યારે અમારો સવાલ એ છે કે જો તકતાલિક વૃષ્ટિનું લોકેશન મળી શકતું હોય તો આ સામાન્ય ઘરની દીકરીનું કેમ નહીં..? નાન પણથી દીકરી માં બાપ સાથે રહેતી હોય અને પ્રેમમાં ફસાય અને લગ્ન કરી લે એનું મતલબ એ નથી કે દીકરી ઉપર માં બાપનું અધિકાર નથી…? કે પછી બનાવેલ કાયદાનું પાલન કરતા બાપ પોતાની દીકરીને ગુમાવી દે. આ કિસ્સામા એવુ બનેલ છે કે કે લગ્નની લાલચ આપી દીકરીને પ્રેમજળ માં ફસાવીને ભગાવી લઈ ગયો છે અને થોડા દિવસ પહેલા છોકરીને ખબર પડતાં તે પોતાના પિતાને જાણ કરે છે છતાં પણ પોલીસ આ કોલ ક્યાંથી આવ્યો તેનું લોકેશન શોધીને દીકરીને ન્યાય આપવી શકી નથી.
ત્યારે સવાલ હવે એ છે કે શું પોલીસ આ ગરીબ માતાને પોતાની દીકરી શોધી આપશે..? શુ પોલીસ આ દીકરીને ન્યાય અપાવી શકશે..? કે પછી પોલીસની ઢીલી તપાસના કારણે દીકરીને કોઈ મોટી આફત આવશે..?

 

Print Friendly, PDF & Email