Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી આફતાબ પર હુમલાનો થયો પ્રયાસ, કહ્યું “શ્રદ્ધાના 35 ટુકડા કરનારાના 70 ટુકડા...

આફતાબ પર હુમલાનો થયો પ્રયાસ, કહ્યું “શ્રદ્ધાના 35 ટુકડા કરનારાના 70 ટુકડા કરીશું”

72
0

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાની ગાડી પર સોમવારે (28 નવેમ્બર) ના રોજ દિલ્હીના રોહિણીમાં હુમલો થયો છે. પોલીગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલ ટીમ આફતાબને લઇને બહાર નિકળી હતી. ત્યારે કેટલાક લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી અને ગાડી પર હુમલો કરી દીધો. આ લોકોના હાથમાં તલવારો હતી અને આ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મી વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક તાણી દીધી. હવાઇ ફાયરિંગની વાત પણ કહેવામાં આવી રહી છે.

ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ વાન પર પથ્થરમારો પણ કર્યો છે. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે તેને બે મિનિટ બહાર નિકાળો, મારી નાખીશ. આફતાબની ગાડી પર હુમલો કરનાર કેટલાક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હુમલાવરોએ હિંદુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે. તલવાર લઇને આ લોકો પહેલાં પોલીસ સામે આવી ગયા. પોલીસે આ લોકોને જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તેમના પર હુમલો પણ કર્યો. ત્યારબાદ પોલીસ જેવી થોડી પાછળ હતી, તેમણે તે વાનનો દરવાજો ખોલી દીધો જેમાં આફતાબ હાજર હતો.

આ હુમલો સાંજે લગભગ 6.45 વાગે થયો. હુમલાવરોએ કહ્યું કે અમારી બહેન-દીકરીઓ આજના સમયમાં સુરક્ષિત નથી. એવામાં અમારી બહેનના 35 ટુકડા કરનારાના અમે 70 ટુકડા કરીશું. આ પહેલાં FSL આસિસ્ટંટ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે એક્સપર્ટની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને જલદીજ અ આજનું સેશન પુરૂ કરી લેવામાં આવશે. જો જરૂરિયાત જણાશે તો કાલે પણ આફતાબને આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ ખત થયા બાદ નાર્કો ટેસ્ટની શરૂઆત કરવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના જ્યૂરી હેડના એક નિવેદનથી નવો વિવાદ ઊભો
Next articleફોરેન્સિક સાયન્સ લેબની બહાર તલવારોથી સજ્જ જુથે હુમલો કર્યો, કયું છે આ જૂથ?