Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી આફતાબને પણ ગુજરાત ચૂંટણી પરિણામોમાં પડ્યો રસ!

આફતાબને પણ ગુજરાત ચૂંટણી પરિણામોમાં પડ્યો રસ!

71
0

આફતાબે પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની ક્રૂર હત્યા અને તેના મૃતદેહના 35 ટુકડાં કરવાના આરોપમાં જેલમાં બંધ આફતાબ પુનાવાલા હાલ દિલ્હીની તિહાડ જેલમાં છે. પરંતુ દરેક વ્યક્તિની જેમ તેને પણ ગુજરાત અને દિલ્હી MCD ચૂંટણીના પરિણામોમાં રસ પડ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબે જેલના સેલની સુરક્ષામાં તૈનાત જવાનોને આ અંગે પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબ પુનાવાલાને તિહાડ જેલ નંબર 4માં કેદ કરાયો છે. કોઈ અન્ય કેદી તેના પર હુમલો ન કરે તેના કારણે તેને જેલના એકાંત સેલમાં રાખવામાં આવ્યો છે. આ સેલની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે. જેના દ્વારા 24 કલાક તેના પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ તે સેલની બહાર એક જવાન 24 કલાક નિગરાણી માટે તૈનાત છે. આ સેલમાં બંધ કેદીને જલદી બહાર નીકળવાની મંજૂરી મળતી નથી.

તે સેલમાં રહેનારા કેદીને ભોજન પણ પોલીસની હાજરીમાં જ આપવામાં આવે છે. અન્ય કેદીઓની જેમ અહીં રખાયેલા કેદીને કોઈને મળવાની મંજૂરી અપાતી નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબ જ્યારથી આ સેલમાં આવ્યો છે તે એકદમ નોર્મલ છે અને તેને આવા જઘન્ય હત્યાકાંડને અંજામ આપવા અંગે કોઈ જ પસ્તાવો થતો જોવા મળી રહ્યો નથી. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબને રાજકારણ અને પુસ્તક વાંચવામાં રસ છે. તેણે જેલના સેલની બહાર તૈનાત જવાનને દિલ્હી એમસીડી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે જાણકારી મેળવી.

જ્યારે તેને જણાવવામાં આવ્યું કે પરિણામ 8 ડિસેમ્બરે આવશે તો તેણે ફરીથી પૂછ્યું કે કોની જીતની સંભાવના છે. એટલું જ નહીં તેણે તિહાડ જેલ પ્રશાસન પાસે અંગ્રેજી નોવેલ ઉપલબ્ધ કરાવવાની પણ માંગણી કરી. ખુબ સમજી વિચારીને ઓફિસરોએ નિર્ણય લીધો કે આફતાબને અંગ્રેજી નોવેલ તો અપાશે પણ તે કોઈ ક્રાઈમ બેસ્ડ નહીં હોય. ત્યારબાદ ઓફિસરોએ તેને ધ ગ્રેટ રેલવે બજાર નોવેલ વાંચવા આપી. હવે તે રોજ આ નોવેલને ધીરે ધીરે વાંચી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આફતાબ પુનાવાલાએ આ વર્ષ 18મી મેના રોજ પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડાં કરીને ઠેકાણે લગાવી દીધા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલાલૂ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ રહ્યું સફળ, કીડની ડોનર બની પુત્રી રોહિણી
Next articleએસ જયશંકરે રશિયામાંથી ભારતની તેલની આયાતનો મજબૂત બચાવ કરતાં કહી સ્પષ્ટ વાત