Home અન્ય રાજ્ય આપણે વિચારવું પડશે કે આપણે બહારથી આવનારાને આદર્શ બનાવવા જોઈએ કે સ્થાનિકોને...

આપણે વિચારવું પડશે કે આપણે બહારથી આવનારાને આદર્શ બનાવવા જોઈએ કે સ્થાનિકોને માન આપવું જોઈએ

48
0

(જી.એન.એસ) તા. 23  

બેંગલુરુ,

કર્ણાટકના બેંગ્લુરુમાં આરએસએસ મહાસચિવ દત્તાત્રેય હોસબલે દ્વારા મહારાષ્ટ્રમાં ઓરંગઝેબની કબર ને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે મામલે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘ઓરંગઝેબે જે કર્યુ તેના કારણે તેમને આઇકોન માનવા ન જોઇએ, ગંગા-જમના સંસ્કૃતિ વિશે વાત કરનારા લોકોને ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ કેમ યાદ નથી? જો દિલ્હીમાં ઔરંગઝેબ રોડ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવે, તો તેનો કોઈ અર્થ તો છે ને? તો જે કોઈ આપણી સંસ્કૃતિ વિશે વાત કરશે, આપણે તેનું પાલન કરીશું.’

સીમાંકન અંગે, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું, ‘વસ્તી ગણતરી શરૂ થવા દો. સીમાંકન પણ થવા દો, પછી આપણે જોઈશું. જો સંઘના કોઈપણ વ્યક્તિ કે કાર્યકરને યોગ્યતાના આધારે રાજકારણી તરીકે નિયુક્ત કરવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી. આમાં સંઘની કોઈ ભૂમિકા નથી.’

તેમજ મુસ્લિમોને કોન્ટ્રાક્ટમાં 4 ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયનો આરએસએસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, ‘ભારતીય બંધારણમાં ધર્મ આધારિત અનામતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતાં.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field