Home અન્ય રાજ્ય આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી, કડકાઈથી...

આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી, કડકાઈથી વ્યવહાર કરવો; સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો આર્મી ચિફને આદેશ

29
0

(જી.એન.એસ) તા. 16

નવી દિલ્હી/જમ્મુ,

આતંકવાદીઓની હવે ખેર નથી, જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી, સાથે કેન્દ્રીય મંત્રી એ આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા મમાટે આદેશ આપ્યા છે.

આ બાબતે મળતી માહિતી મુજબ, કંદરિય મંત્રી રાજનાથ સિંહે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી જોઈએ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આર્મી ચીફ પાસેથી ડોડામાં આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી પણ લીધી હતી. આર્મી ચીફને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.

જમ્મુના ડોડા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આતંકવાદીઓની માહિતી મળતાની સાથે જ સેના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ રાત્રે લગભગ 2.45 વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આતંકવાદીઓની ગોળીઓથી અમારા જવાનો ઘાયલ થયા હતા તેમજ આર્મીના જવાનોને વધુ મજબૂતાઈ થી કામ કરવા અને સમર્થન આપવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. દરમિયાન આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારના પટનામાં હ્રદય કંપાવી નાખે તેવો અકસ્માત એક જ પરિવારના 6 લોકો કરુણ મોત
Next articleતમિલનાડુના રાજ્યપાલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી