આજે 5 ડિસેમ્બર ના રોજ બીજા તબક્કાનું મતદાન પ્રક્રિયા સવારે 8 કલાક થી સાંજના 5 કલાક સુધી યોજાશે. જેમાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે.
બનાસકાંઠા 09
પાટણ 04
મહેસાણા 07
સાબરકાંઠા 04
અરવલ્લી 03
ગાંધીનગર 05
અમદાવાદ 21
આણંદ 07
ખેડા 06
મહીસાગર 03
પંચમહાલ 05
દાહોદ 06
બરોડા 10
છોટા ઉદેપુર 03
કેટલા મતદારો કરશે મતાધિકાર નો ઉપયોગ
બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ની વાત કરવામાં આવે તો 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા સવારે 8 વાગ્યા થી સાંજ ના 5 સુધી યોજાશે જેમાં કુલ 2,51,58,730 મતદારો મતાધિકાર નો ઉપયોગ કરશે જેમાં 1,29,26,501 પુરુષ મતદારો અને 1,22,31,335 મહિલા મતદારો નો સમાવેશ ઉપરાંત
894 થર્ડ જેન્ડર મતદારો દ્વારા મતદાન કરશે. જ્યારે 18,271 સેવા મતદારો, 660 વિદેશી મતદારો જેમાં 764 પુરુષો,69 મહિલાઓ મતદારો નો સમાવેશ થાય છે.
13,204 મતદાન મથક નું લાઈવ ટેલિકાસ્ટ
ગુજરાત વિધાનસભા ના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ની વાત કરવામાં આવે તો કુલ બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ અનુસાર 50% મતદાન મથક ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે જેમાં 13,204 જેટલા મતદાન મથકનું સીસીટીવી સર્વે લાઈન્સ ગાંધીનગર સમીક્ષા કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે જ્યારે પ્રથમ તબક્કામાં પણ 13000 જેટલા મતદાન કેન્દ્રનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું.
કેટલા અધિકારીઓ રહેશે હાજર
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની મતદાન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પાંચ ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે ચાર ડિસેમ્બર ના રવિવારે તમામ મતદાન મથકના મતદાન પ્રક્રિયામાં હાજર રહેલા કર્મચારીઓને જે તે જિલ્લા ના સ્ટ્રોંગ રૂમમાંથી ઇવીએમ મશીન ની ફાળવણી કરવામાં આવશે અને 14 જિલ્લાની 93 બેઠકો ના મતદાન પ્રક્રિયામાં કુલ 29,062 પ્રીસાઈડિંગ ઓફિસર, 84,263 પોલિંગ ઓફિસર ફરજ બજાવશે.
15 અન્ય રાજયના IPS બીજા તબક્કામાં ખાસ ફરજ પર
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠક ઉપર મતદાન પ્રક્રિયા યોજાશે જેમાં પોલીસ બંદોબસ્ત ની વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાંથી આવેલા 15 જેટલા આઇપીએસ અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે આ તમામ અધિકારીઓ ને ગુજરાત વિધાનસભાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને પોલીસ ઓબ્ઝર્વે તરીકેની નિમણૂક કરવામાં આવી છે..
સંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત
રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠકો પર 29,947 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે સંવેદનશીલ મથકો ની વાત કરવામાં આવે તો સૂત્રો તરફ થી મળતી માહિતી પ્રમાણે 9500 જેટલા સંવેદનશીલ મથકો પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે, જેમાં SP, DYSP, જેવા ઉચ્ચ અધિકારીઓ અમુક ગણતરીના કલાકો માં મતદાન મથકો માં રાઉન્ડ લેશે જ્યારે સંવેદનશીલ મતદાબ મથકો પર ખાસ RAF, BSF ની ટિમ ને ડિપ્લોય કરવામાં આવશે. જ્યારે અમદાવાદ, બરોડા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં વધુ સંવેદનશીલ મતદાન મથકો સમાવેશ થાય છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.