(જી.એન.એસ)મુંબઈ,તા.૨
બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનના ભાઇ અરબાઝે પોલીસની પૂછપરછમાં ૈંઁન્માં સટ્ટાબાજીની વાતનો સ્વીકાર કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અરબાઝ ખાને પોતાના ગુના સ્વીકારી લીધા છે.
અરબાઝ ખાને સ્વીકાર્યુ છે કે તે સોનૂ જાલાનને પણ ઓળખે છે. આ સાથે જ તેમણે કહ્યુ છે કે સટ્ટાબાજીની આદતથી તેઓને ઘણું નુકશાન પણ થયુ છે.
સૂત્રોનું કહેવું છે કે મલાઇકા અરોડા અને અરબાઝના અલગ થવાનું કારણ પણ તેમની સટ્ટાબાજી છે. અભિનેતા સટ્ટાબાજીના કારણે કેટલાય પૈસા ગુમાવી ચુક્યા હતા અને ખોટ ખાઇ રહ્યા હતા. આ કારણથી મલાઇકાએ તેમનાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.