Home અન્ય રાજ્ય આઈએસઆઈ માર્ક લગાવ્યા વગરના સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ બનાવતી યુનિટ પર ભારતીય...

આઈએસઆઈ માર્ક લગાવ્યા વગરના સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ બનાવતી યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

29
0

(જી.એન.એસ) તા. 22

દાદરા નગર હવેલી,

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ માર્કવાળા સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સના ઉત્પાદનમાં રોકાયેલા યુનિટ માં મેસર્સ આંશિક પોલીસર્ફ લિમિટેડ, પ્લોટ નંબર- સી-383/1,અરગમા કેમિકલ એસ્ટેટ,સાયખા, દાદરા અને નગર હવેલી. તારીખ 21.05.2024 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન, યુનિટ માંથી ISI માર્ક વગરના 310 ડ્રમ (લગભગ 68 એમ ટી) સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે ઉપરોક્ત યુનિટ પાસે સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ નું બીઆઈએસ લાઇસન્સ ન હતુ, ઈએસઆઈ માર્ક વગરના સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી ઉપરોક્ત યુનિટમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.

રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ (ગુણવત્તા નિયંત્રણ)ના ઓર્ડર મુજબ  તારીખ 15 એપ્રિલ 2021ના રોજ જારી કરાયેલા ઓર્ડર મુજબ સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ ઉપર આઈએસઆઈ 15 અકટોબર 2021 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈ એસ આઈ માર્ક લગાવ્યા વગર સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ નું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા ૱ 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. 

ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ,  ભારતીય માનક બ્યૂરો,  સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ,  દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001  ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનોર્વે, આયર્લેન્ડ અને સ્પેન દ્વારા પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી 
Next articleજાગ્રત અને સતર્ક નાગરિકો છેતરપિંડીભર્યા કોલના પ્રયાસોની જાણ કરીને સાયબર-ગુનાઓને રોકવામાં મદદ કરે છે