Home અન્ય રાજ્ય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ

24
0

(જી.એન.એસ) તા. 12

અમરાવતી,

પીએમ મોદી અને અમિત શાહે આપી શપથવિધિમાં હાજરી

ટીડીપી ના વડા ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા તેઓ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ચંદ્રબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના સપથ લેવડાવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુની સાથે પવન કલ્યાણે પણ શપથ લીધા છે. તેઓ નવી સરકારમાં ઉપમુખ્યમંત્રીનું પદ સંભાળવાના છે. આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક મહાનુભાવો હાજર હતા. ચંદ્રબાબુ નાયડુના શપથગ્રહણ બાદ તરત જ પીએમ નરેન્દ્ર મોદી તેમને ગળે મળ્યા અને અભિનંદન પાઠવ્યા હતા.

ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં કુલ 25 સભ્યોની મંત્રી પરિષદ શપથ લઇ રહી છે. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ એનડીએના નેતૃત્વવાળી સરકારમાં ઉપમુખ્યમંત્રી હશે. મંત્રીઓની યાદીમાં જનસેના પાર્ટીના ત્રણ અને ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીનો સમાવેશ થાય છે. બાકીના તેલુગુ દેશમ પાર્ટીના છે. શપથગ્રહણ સમારોહમાં સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ સ્ટેજ પર હાજર હતા. મંત્રી પરિષદમાં ચંદ્રબાબુ નાયડુના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, ટીડીપીના આંધ્રપ્રદેશ એકમના પ્રમુખ કે અચન્નાયડુ અને જનસેના પાર્ટીના રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નડેન્દલા મનોહરનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને અન્ય કેન્દ્રના મંત્રીઓ, એનડીએ સહયોગી પક્ષોના નેતાઓ અને કટલાક રાજ્યોના પ્રધાનો હાજર રહ્યા હતા. નાયડુએ મંગળવારે મોડી રાત્રે અમરાવતીમાં તેમના નિવાસ્થાને અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક બાદ તેમના મંત્રી પરિષદને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

ચંદ્રબાબુ નાયડુની નવી મંત્રી પરિષદમાં 17 નવા ચહેરાઓ જોવા મળ્યા છે. બીજા આગાઉ પર મંત્રી રહી ચૂક્યા છે. ટીડીપી પ્રમુખે એક પદ ખાલી રાખ્યું છે. મંત્રી પરિષદમાં ત્રણ મહિલાઓ છે. વરિષ્ઠ નેતા અને મોહમ્મદ ફારુક મંત્રી પરિષદમાં એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. મંત્રીઓની યાદીમાં પછાત વર્ગના આઠ, અનુસૂચિત જાતિના ત્રણ અને અનુસૂચિત જનજાતિમાંથી એકનો સમાવેશ થાય છે. નાયડુએ કમ્મા અને કાપુ સમુદાયમાંથી ચાર-ચાર મંત્રીઓને સામેલ કર્યા છે. રેડ્ડીના ત્રણ અને વૈશ્ય સમુદાયના એકને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું
Next articleદિલ્હીમાં ઈમેઈલ દ્વારા એક સાથે 10-15 મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી