Home દેશ - NATIONAL અલીગઢમાં રેલવે સ્ટેશનના ઉભેલી ટ્રેનમાં બારી પાસે બેઠેલા યુવકના ગળામાં સળીયો આરપાર

અલીગઢમાં રેલવે સ્ટેશનના ઉભેલી ટ્રેનમાં બારી પાસે બેઠેલા યુવકના ગળામાં સળીયો આરપાર

57
0

અલીગઢ જિલ્લાના સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર એક દર્દનાક અકસ્માત થયો. અહીં નીલાંચલ એક્સપ્રેસ ગાડીના સામાન્ય કોચમાં બેઠેલા એક મુસાફરના ગળામાંથી લોખંડનો સળિયો આરપાર થઈ ગયો. સ્ટેશનના પ્લેટફોર્મ પર થયેલા આ દર્દનાક અકસ્માતને જોઈને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા. મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અકસ્માત બાદ ટ્રેનમાં હડકંપ મચી ગયો.

This Image From GoogleImages
This Image From GoogleImages

સૂચના મળતા જ મુસાફરના મૃતદેહને અલીગઢ રેલવે સ્ટેશન પર ઉતારી લેવાયો. આરપીએફ, સીઆરપીએફ અને રેલવેના ટોચના અધિકારીઓ તરત ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટનાની જાણકારી લેવામાં લાગી ગયા. એવું કહેવાઈ રહ્યું છે કે ઘટનાસ્થળે રેલવે તરફથી નિર્માણકાર્ય ચાલુ હતું. આ દરમિયાન લોઢાનો સળિયો ચાલુ ટ્રેનના કોચના કાચને તોડીને વીન્ડો સીટ પર બેઠેલા યુવકના ગળામાં ઘૂસી ગયો.

ટ્રેન મુસાફર – સુલ્તાનપુરના હરિકેશ દુબે (સંતરામના પુત્ર) નિવાસી ગોપીનાથપુર

મુસાફરની ઓળખ સુલ્તાનપુરના હરિકેશ દુબે (સંતરામના પુત્ર) નિવાસી ગોપીનાથપુર તરીકે થઈ છે. આરપીએફના સીઓ કેપી સિંહનું કહેવું છે કે આજે અલીગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર નીલાંચલ એક્સપ્રેસ લગભગ 9.30 વાગે આવી હતી. સૂચના મળી કે જનરલ કોચમાં કોઈ મુસાફરને ઈજા થઈ છે. આ સાથે જ આરપીએફ અને જીઆરપીની સાથે રેલવેના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા અને જોયું તો એન્જિન બાદ જે સેકન્ડ ડબ્બો હતો તેની સીટ નંબર 15 પર એક મુસાફરના ગળામાં ડાબી બાજુથી એક લોખંડનો સળિયો ઘૂસીને આરપાર જતો રહ્યો હતો. મુસાફરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું. જીઆરપી દ્વારા મુસાફરના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો. આ ઘટના હકીકતમાં ક્યારે ઘટી અને ક્યાં ઘટી તે અંગે માહિતી ભેગી કરવામાં આવી રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોલીસની બર્બરતાનો ભોગ બન્યો ગરીબ શખ્શ, ટ્રેનની અડફેટે આવતા બંને પગ કપાઈ ગયા
Next articleઆફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં ઘટસ્ફોટ કર્યો, નાર્કો ટેસ્ટ પછી 2 કલાક પૂછપરછ કરી