(જી.એન.એસ) તા. 13
ઇટાનગર,
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા રહ્યા શપથવિધિમાં હાજર
44 વર્ષીય પેમા ખાંડુ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં ભાજપના સિનિયર નેતા છે. 2011 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દોરજી ખાંડુના મૃત્યુ પછી તેમણે 2016 માં રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ તેમના પિતાની બેઠક મુક્તો પરથી ચૂંટણી લડીને બિનહરીફ ચૂંટાયા હતા. 2016માં તેમણે નબામ તુકી બાદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સપ્ટેમ્બર 2016 માં, તેમણે પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં જોડાવા માટે કોંગ્રેસના ધારાસભ્યોના જૂથનું નેતૃત્વ કર્યું, અને ત્યાંથી CM બન્યા. આ પછી તેઓ અને તેમનું જૂથ ડિસેમ્બરમાં ભાજપમાં જોડાયા હતા. 2019 માં, તેઓ મુક્તો બેઠક પરથી ફરીથી ચૂંટાયા અને મુખ્યમંત્રી પદ જાળવી રાખ્યું હતું.
પેમા ખાંડુ એ સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે અને ચૌના મીને રાજ્યના ઉપમુખ્યમંત્રીના શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગ બુધવારે ઇટાનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ વિધાયક દળની બેઠક બોલાવી અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી. સાંજે, ખાંડુ ચુગ અને ઘણા ધારાસભ્યો સાથે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેટી પરનાઈકને મળવા રાજભવન પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પેમા ખાંડુની સાથે 10 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. નવા કેબિનેટ મંત્રીઓમાં પીડી સોના, મામા ન્ટુંગ, દસાંગલુ પુલ, કેન્ટો જીની, જીડી વાંગસુ, બિયુરામ વાહગે, ન્યાતો દુકામ, વાંગકી લોવાંગ, બાલો રાજા અને ઓઝિંગ ત્સિંગનો સમાવેશ થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.