Home દેશ - NATIONAL અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘર્ષણ બાદ એક્શનમાં છે સરકાર, પ્રધાનમંત્રીએ બોલાવી બેઠક

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘર્ષણ બાદ એક્શનમાં છે સરકાર, પ્રધાનમંત્રીએ બોલાવી બેઠક

56
0

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે અને રક્ષામંત્રી રાજનાથ સિંહે એક મહત્વની બેઠક બોલાવી. એવું કહેવાઈ રહ્યું છે કે બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ (રિટાયર્ડ) અનિલ ચૌહાણ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખ ભાગ લીધો.

આ બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હાલની સ્થિતિ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે રાજનાથ સિંહ આજે સંસદમાં આ મામલે નિવેદન આપશે. રાજનાથ સિંહ 12 વાગે લોકસભામાં અને બપોરે 2 વાગે ઉપલા ગૃહ રાજ્યસભામાં આ મામલે નિવેદન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે એક મહત્વની બેઠક કરવાના છે અને કેબિનેટના મંત્રીઓ સાથે તવાંગમાં થયેલા ઘર્ષણ પર ચર્ચા કરશે.

અરુણચાલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ભારપૂર્વક કહ્યું કે અરુણાચલ પ્રદેશ પ્રાચીનકાળથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને પીએમ મોદીએ તેને ખુબસુરત રીતે રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત એકજૂથ થઈ ગયું છે અને શક્તિશાળી બન્યું છે.

ભારત એક ખુબ મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે અને એક સોફ્ટ પાવર તરીકે ઊભર્યું છે. કિરેન રિજિજૂએ કહ્યું કે, આપણું કલ્ચર હેરિટેજ છે અને તેને લોકો હંમેશા ભૂલી જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જેટલા કામ થયા છે તેને આગળ લઈ જવા જોઈએ. એક ભારત-શ્રેષ્ઠ ભારત હેઠળ સમગ્ર ભારતને જોડવાનું કામ થયું છે.

અત્રે જણાવવાનું કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત 9 ડિસેમ્બરની રાતે ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેનાના 6થી 7 સૈનિકો અને ચીની સેનાના 9થી 10 સૈનિકો ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે 9 ડિસેમ્બરે LAC પર ચીનના 300થી વધુ સૈનિકો યાંગત્સે વિસ્તાર તરફ આગળ વધ્યા હતા. પરંતુ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેનાની ટુકડીએ જોયું અને ચીનની ઘૂસણખોરી અટકાવી.

હવે કેવા છે હાલાત? તે જાણો… તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ભારતીય સેનાએ નિવેદન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે હવે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હાલાત સામાન્ય છે. સેનાના નિવેદન મુજબ તવાંગમાં ઘર્ષણ બાદ ભારત અને ચીન વચ્ચે ફ્લેગ મીટિંગ થઈ છે. ત્યારબાદ ચીનના સૈનિકો પાછળ હટી ગયા છે. બોર્ડર પોસ્ટ મીટિંગ બાદ શાંતિ સ્થપાઈ છે પરંતુ આ બધા વચ્ચે ખુલાસો થયો છે કે તવાંગમાં થયેલા ઘર્ષણ અંગે ચીન પહેલેથી પ્લાનિંગ કરી રહ્યું હતું.

કહેવાય છે કે ચીન 15 દિવસ પહેલેથી આ અંગે યોજના ઘડી રહ્યું હતું. પરંતુ ભારતે ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. તવાંગમાં આ ઘર્ષણ એવા સમયે થયું કે જ્યારે ચીની સૈનિકો LAC પર યાંગ્ત્સે વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા. જો કે ચીની સૈનિકો ભારતીય સેનાની નજરમાં આવી ગયા અને તેમણે ભારત તરફથી જબરદસ્ત જવાબ મળ્યો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિરના દર્શન કરી પૂજા-અર્ચના કરી
Next articleઆતંકવાદીઓએ કાબુલની હોટલમાં કર્યો હુમલો, તાબડતોડ ગોળીઓ પણ વરસાવી