Home દેશ - NATIONAL અયોધ્યા રામ મંદિર નિર્માણ સ્થળની 2000 ફુટ નીચે ટાઈમ કેપસ્યુલને દફનાવવામાં આવશે

અયોધ્યા રામ મંદિર નિર્માણ સ્થળની 2000 ફુટ નીચે ટાઈમ કેપસ્યુલને દફનાવવામાં આવશે

35
0

વિશ્વમાં અને ભારતમાં મહત્વપૂર્ણ સ્થળોએ ટાઈમ કેપ્સ્યુલને લઈને થયેલા છે વિવાદ

(જી.એન.એસ),તા.૨૧

22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. નાગર શૈલીમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થશે. પીએમ નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન છે. અયોધ્યાના રામ મંદિરની દરેકે દરેક બાબત અનોખી અને નિરાલી છે. આ મંદિરમાં 2000 ફીટ નીચે ખાસ ટાઈમ કેપ્સ્યુલ પણ રાખવામાં આવી છે. જેમા રામ મંદિરના ઈતિહાસ, રામ જન્મભૂમિ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ હશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે 2020માં એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે,”કાલ પત્ર નામની ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળવી નીચે દફનાવવામાં આવશે” રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના જણાવ્યા મુજબ મંદિર નીચે ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં જો કોઈ વિવાદ થાય તો તેનાથી બચી શકાય છે. રામ મંદિર અને અયોધ્યાના ઈતિહાસ સાથે જોડાયેલી જાણકારી મેળવવી હોય તો તેને આ કેપ્સ્યુલમાં રાખવામાં આવેલા દસ્તાવેજ દ્વારા મેળવી શકાશે. કામેશ્વર ચૌપલે એ પણ જણાવ્યું હતું કે ‘કાલ પાત્ર’ નામની ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળની નીચે દફનાવવામાં આવશે, જેમાં રામ જન્મભૂમિ ચળવળનો ઈતિહાસ હશે. ભવિષ્યની પેઢી ભગવાન રામના જન્મસ્થળના અસ્તિત્વના વિવાદમાં ન ફસાઈ તે માટે આવું કરવામાં આવશે. ટાઈમ કેપ્સ્યુલને સ્થળની નીચે મૂકતા પહેલા તેની અંદર તામ્રપત્રમાં મંદિર સંબંધિત તમામ જાણકારી મુકવામાં આવશે. કામેશ્વર ચૌપલે વધુમાં કહ્યું હતુ કે,“સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલેલા કેસ સહિત રામ જન્મભૂમિ માટેના સંઘર્ષે વર્તમાન અને આવનારી પેઢીઓ માટે એક પાઠ આપ્યો છે. એક ટાઈમ કેપ્સ્યુલ લગભગ 2,000 ફૂટ નીચે મૂકવામાં આવશે. રામ મંદિર નિર્માણ સ્થળ પરનું મેદાન. જેથી ભવિષ્યમાં જે કોઈ મંદિરના ઈતિહાસ વિશે અભ્યાસ કરવા ઈચ્છે છે, તેને રામજન્મભૂમિ સાથે સંબંધિત તથ્યો મળશે, જેથી કોઈ નવો વિવાદ ન સર્જાય.” જે ટાઈમ કેપ્સ્યુલને દફનાવવામાં આવશે તેમાં અયોધ્યાનો સંપૂર્ણ ઈતિહાસ અને તાંબાની પ્લેટો પર સંસ્કૃતમાં લખેલા ભગવાન રામના જીવનની વિગતો સામેલ હશે.

ટાઈમ કેપ્સ્યુલ કોઈપણ આકાર અને શેપનું ધાતુનું એક કંટેનર હોય છે. તે એલ્યુમિનિયમ, સ્ટેનલેસ સ્ટીલ અથવા તાંબા જેવી ધાતુમાંથી બનેલુ હોય છે. જો કે એલ્યુમિનિયમ કે સ્ટેનલેસ સ્ટીલમાં કાટ લાગવાની શક્યતાને કારણે મોટાભાગની કેપ્સ્યુલ તાંબાની હોય છે. ટાઈમ કેપ્સ્યુલની અંદર જે દસ્તાવેજોને રાખવામાં આવે છે. તે ખાસ એસિડમાં ડૂબાડેલા રાખવામાં આવે છે, જેથી કરીને તે હજારો વર્ષો સુધી સડે નહીં. ટાઈમ કેપ્સ્યુલ કોઈ ખાસ જગ્યા, વસ્તુ અથવા સમયની જાણકારી આપવા માટે રાખવામાં આવે છે. કેપ્સ્યુલમાં એ સ્થળ અને વસ્તુ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ, કલાકૃતિઓ અને સૂચનાઓ રાખીને માટીના અંદર દફન કરવામાં આવે છે. ભવિષ્યમાં આ કેપ્સ્યુલ દ્વારા સંબંધિત વસ્તુ અથવા જગ્યા વિશે પુરી જાણકારી મળી શકે છે. મોટાભાગે ટાઈમ કેપ્સ્યુલ કોઈ ઈમારતના પાયામાં રાખવામાં આવે છે. ટાઈમ કેપ્સ્યુલ બે રીતે રાખવામાં આવે છે. એક અનિશ્ચિતકાળ માટે અને બીજી ચોક્કસ સમય માટે. દાખલા તરીકે જ્યોર્જિયામાં એક ટાઈમ કેપ્સ્યુલ વર્ષ 1940માં જમીનમાં દાટવામાં આવી હતી. જેમા નક્કી કરાયુ હતુ કે જો માનવ સભ્યતા રહેશે તો તેને વર્ષ 8113 સુધીમાં કાઢી લેવામાં આવશે. આ જ પ્રકારે લેખિકા માગ્રેટ એટવુડે અનેક પબ્લિશ ન થયેલા ઉપન્યાસ ટાઈમ કેપ્સ્યુલમાં દાટેલા છે. જેને વર્ષ 2114માં કાઢીને પ્રકાશિત કરવામાં આવશે. હવે રામ મંદિર નીચે રાખવામાં આવેલી ટાઈમ કેપ્સ્યુલની વાત કરીએ તો તેમા અયોધ્યા, શ્રી રામ જન્મભૂમિ, ભગવાન રામ અને તેમના જન્મ સ્થાન વિશે સંસ્કૃતમાં પુરી જાણકારી અને દસ્તાવેજ છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ સંસ્કૃત એવી ભાષા છે જેમા ઓછા શબ્દોમાં લાંબા વાક્યોનો સાર આવી જાય છે. આથી સંસ્કૃત ભાષાની પસંદગી કરવામાં આવી છે. રામ મંદિર નીચે રાખવામાં આવનાર ટાઈમ કેપ્સ્યુલ તાંબાની છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ જો ધરતીનો વિનાશ થઈ જાય તો સેંકડો વર્ષો બાદ પણ આ કેપ્સ્યુલ દ્વારા અયોધ્યા રામ મંદિરની જાણકારી પ્રાપ્ત થઈ શકે.

ભારતના દરેક મહત્વપૂર્ણ સ્થળોએ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવી છે. જેમા સૌથી ચર્ચિત કિસ્સો લાલ કિલ્લાનો છે. વર્ષ 1972માં તત્કાલિન પીએમ ઈંદિરા ગાંધીએ લાલકિલ્લાની નીચે ટાઈમ કેપ્સ્યુલ મુકાવી હતી. જો કે થોડા વર્ષો બાદ તેને બહાર કાઢી લેવામાં આવી હતી. ત્યારે તત્કાલિન વિપક્ષે ઈંદિરા ગાંધીની ભારે ટીકા કરી અને આરોપ લગાવ્યો હતો કે કાલ પત્રમાં ઈંદિરા ગાંધીએ તેમના પરિવારનું મહિમામંડન કર્યુ છે. આ ઉપરાંત આઈઆઈટી કાનપુર, મહાત્મા મંદિર ગાંધીનગર અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી જાલંધર સહિતના સ્થળોએ પણ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવી છે. વર્ષ 1972માં ઈંદિરા ગાંધીની સરકારે લાલ કિલ્લાની અંદર એક ટાઈમ કેપ્સ્યુલ રાખવાનો નિર્ણય કર્યો. વેલણના આકારની ધાતુની આ કેપ્સ્યુલમાં હાથથી લખેલા રેકોર્ડ અને કલાકૃતિઓ હતી. લાલ કિલ્લાની અંદર જે ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવી હતી તેને 1000 વર્ષ બાદ બહાર કાઢવાનુ આયોજન હતુ. પરંતુ ઈન્દિરા ગાંધીની સત્તા જતા જ જનતા પાર્ટીની સરકારે તેને હટાવી દીધી હતી. ટાઈમ કેપ્સ્યુલ વિવાદથી સાથે પીએમ મોદીનું નામ પણ જોડાયેલુ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2011માં ટાઈમ કેપ્સ્યુલ લગાવવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. વિપક્ષની દલીલ હતી ગાંધીનગરમાં નિર્મિત મહાત્મા મંદિર નીચે ટાઈમ કેપ્સ્યુલ દફનાવવામાં આવી છે, જેમા પીએમ મોદીએ તેમની ઉપલબ્ધિઓના વખાણ કર્યા છે. ટાઈમ કેપ્સ્યુલ વિવાદથી સાથે પીએમ મોદીનું નામ પણ જોડાયેલુ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2011માં ટાઈમ કેપ્સ્યુલ લગાવવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. વિપક્ષની દલીલ હતી ગાંધીનગરમાં નિર્મિત મહાત્મા મંદિર નીચે ટાઈમ કેપ્સ્યુલ દફનાવવામાં આવી છે, જેમા પીએમ મોદીએ તેમની ઉપલબ્ધિઓના વખાણ કર્યા છે. એ સમયે હિરેન મુખર્જી, જ્યોતિર્મય બસુ અને અટલબિહારી વાજપેયી સહિતના નેતાઓએ જનતા પાર્ટીના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ જનતા પાર્ટીની દલિલ હતી કે ઈન્દિરા ગાંધીની સરકારે એ કેપ્સ્યુલમાં માત્ર ગાંધી પરિવારની મોટાઈ અને તેનુ મહિમામંડન કરતા દસ્તાવેજ રખાવ્યા હતા. ભારતના ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ સાથે તેને કંઈ લેવાદેવા ન હતુ. વિશ્વમાં તમામ ઐતિહાસિક સ્થળો પર ટાઈમ કેપ્સ્યુલ જોવા મળે છે. વર્ષ 2017માં સ્પેનના બાર્ગોસમાં ઈસા મસીહાની મૂર્તિની અંદર 400 વર્ષુ જુની ટાઈમ કેપ્સ્યુલ મુકવામાં આવી હતી. જેમા વર્ષ 1777ની આર્થિક, રાજનીતિક અને સાંસ્કૃતિક જાણકારીઓ હતી. ટાઈમ કેપ્સ્યુલ વિવાદ પણ છે. જાણકારોનું કહેવુ છે કે અનેકવાર કેપ્સ્યુલમાં બિનજરૂરી જાણકારી પણ રાખી દેવામાં આવે છે. ખાસ વ્યક્તિ કે વસ્તુનું મહિમામંડન પણ હોય છે. પુરાતત્વવિદોને તેમાંથી કોઈ જાણકારી મળતી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅયોધ્યામાં રામ લલ્લાના અભિષેક કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ
Next articleકેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી, મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં રામમંદિર વિષે કોઈ ખોટી માહિતી ફેલાવવી નહિ