Home વ્યાપાર જગત અમેરિકામાં મોંઘવારીદરના આંકડા સકારાત્મક રહેતા વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ...

અમેરિકામાં મોંઘવારીદરના આંકડા સકારાત્મક રહેતા વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી તરફી માહોલ યથાવત્…!!

28
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૮.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૮૧૭.૨૯ સામે ૫૯૩૨૦.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૨૫૧.૧૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૩.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૫.૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૩૩૨.૬૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૫૮.૨૫ સામે ૧૭૭૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૫૭.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૭.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૭૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર ઉછાળા સાથે થઈ હતી. અમેરિકામાં મોંઘવારીદરના આંકડા સકારાત્મક રહેતા અમેરિકન બજારોમાં તેજીના સાથે આજે ભારતીય શેરબજારમાં રક્ષાબંધનના દિવસે નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ હળવું થતાં આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે એશીયાના દેશોના અન્ય બજારોમાં મજબૂતી જોવાઈ હતી. કોર્પોરેટ પરિણામોની સાથે આજે ફંડોની પસંદગીની લેવાલી જળવાઈ રહી હતી. અલબત એફએમસીજી, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ટેલિકોમ અને ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે બેન્કેક્સ, આઇટી, ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ટેક શેરોમાં ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૫૧૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૧૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

ફુગાવાને અંકુશમાં લેવાના  સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સતત પગલાં સાથે હવે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ તૂટતાં મોંઘવારી અંકુશની અપેક્ષા સાથે સ્ટીલ સહિતની નિકાસ પરની ડયુટી પાછી ખેંચવાની શકયતાએ આજે ભારતીય શેરબજારમાં તેજી રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ટેલિકોમ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૮ અને વધનારની સંખ્યા ૧૮૪૩ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, પેન્ડેમિકે ન ખમી શકાય તેવા આંચકા આપ્યા છે અને તેની અસર જોકે હવે ઓછી થઈ રહી છે, ત્યારે ઉપભોગતાઓ અને કોર્પોરેટસ ખર્ચ શરૂ કરવાની સ્થિતિમાં છે. વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૯ના ગાળાની સાઈકલિકલ મંદી પૂરી થઈ છે અને તેની માંગ નીકળી રહી હોવાનું અમે માનીએ છીએ. ખાસ કરીને હાઉસિંગ, ઓટોસ તથા કેપિટલ ગુડસ માટેની માગ નીકળી હોવાનું અમે માનીએ છીએ એમ સ્ટેન્લી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું. દેશનું અર્થતંત્ર સંપૂર્ણ રીતે ખૂલી ગયું છે અને રોજગાર નિર્માણ તથા આવક વૃદ્ધિને  પગલે આવનારા ત્રિમાસિક ગાળામાં ભારતમાં ઉપભોગમાં વધારો થશે એમ પણ રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.

કન્ઝયૂમર ડયૂરેબલ્સના કિસ્સામાં વિકાસનો દર ઊંચા સ્તરે જળવાઈ રહેશે તેવું અમે માનીએ છીએ, કારણ કે પરિવારોની નાણાંકીય તંદૂરસ્તી મજબૂત છે જેને કારણે કન્ઝયૂમર કોન્ફીડેન્સ ઊંચો રહેશે એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે. ક્રુડ તેલ તથા કોમોડિટીઝના ભાવ માર્ચ ૨૦૨૨ની ઊંચી સપાટીએથી ૨૩થી ૩૭% જેટલા ઘટયા છે. આને કારણે ભારતનું ફોરેકસ રિઝર્વ ફરી વધશે અને ફુગાવો નીચે આવશે, એટલું જ નહીં આરબીઆઈએ દરમિયાનગીરી કરવી નહી પડે અને રેપો રેટમાં મોટો વધારો કરવો નહીં પડે. બહારી આંચકાઓ નરમ પડતા ભારતનો આર્થિક વિકાસ દર સરેરાશ ૭% રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી છે.

Print Friendly, PDF & Email