(જી.એન.એસ) તા. 18
અમરેલી,
અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર એક બોલેરોને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાંભા-ઉના રોડ પર ખડાધાર નજીક એક બોલેરો રોંગ સાઈડમાં એક મોટા ખાડામાં ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, તેમ 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને અમરેલી ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ખાંભા તાલુકાના એક ગામથી દેવીપૂજક પરિવાર સહિતના લોકો સગાઈના પ્રસંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ખડાધાર ગામ નજીક અચાનક બોલેરો રોંગ સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. બોલેરોમાં 30 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 20 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.