Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદની 6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદની 6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

18
0

(જી.એન.એસ) તા. 20

અમદાવાદ,

 6 વર્ષની ઉંમર એટલે તો રમકડાંઓથી રમવાની ઉંમર, આવી નાનકડી ઉંમરે જ એક ગુજરાતી બાળકીએ ઇતિહાસ રચી દીધો છે. અમદાવાદની માત્ર 6 વર્ષની નાનકડી બાળકીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ન માત્ર ગુજરાતને પણ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરનું અંતર કાપીને આ સિદ્ધિ મેળવી છે. સ્કેટિંગ દરમિયાન તક્ષવી માત્ર 16 સેન્ટિમીટરની ઊંચાઈ નીચેથી પસાર થઈ હતી. તક્ષવીના માતા-પિતા બન્ને ડૉક્ટર છે. કોરોનાકાળમાં તેમણે તક્ષવીને રમત-ગમત સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારથીજ તક્ષવીને સ્કેટિંગમાં રસ પડ્યો. માત્ર 5 વર્ષની ઉંમરે તક્ષવીએ “અંડર સેવન”માં નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે તક્ષવી પહેલાં જ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે. અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપના ખેડા લોકસભા સીટ ના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી
Next articleહિંમતનગરના વક્તાપુર જૈન મંદિર પાસે કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત