Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ...

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા

9
0

(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા રંગેહાથ ઝડપી લેવાયા. કન્સલ્ટીંગનું કામ કરતાં એક વ્યક્તિએ બિલ્ડિંગની ફાયર NOC માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં ફાયર ઓફિસરે NOC માટે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવીને ફાયર ઓફિસરને રૂ. 65000ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. 

આ ઘટનામાં આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને અમદાવાદના એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક સહિતની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એસીબીએ આજ શનિવારે, આરોપી ઈનાયતહુસેન શેખને 65000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

આ સમગ્ર ઘટનાની વાત કરી તો, અમદાવાદમાં ખાનગી એજન્સી ચાલવતો વ્યક્તિ સરકાર અને ખાનગી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ઈન્સ્ટોલ કરવા અને NOC કાઢી આપવા કન્સલ્ટીંગનું કામ કરે છે. કન્સલ્ટીંગનું કામ કરતા શખ્સે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘મે એક બિલ્ડિંગની NOC મેળવી આપવાનું કન્સલ્ટીંગનું કામ રાખ્યું હતું. જે બિલ્ડિંગની ફાયર NOC મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને ફાઇલ પ્રહલાદનગર ફાયર વિભાગની કચેરી ખાતે મોકલી હતી. જો કે, ત્રણ મહિના સુધી NOC ન મળતા હું કચેરીએ ગયો હતો. જ્યાં ઈનાયતહુસેન શેખ નામના ક્લાસ-2 ડિવિઝનલ ફાયર ઓફિસરે સમગ્ર મામલે 80000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરંતુ મે નામ પાડી હતી. જોકે, આ પછી મને ફાયર NOC મળી ગઈ હતી.’ જ્યારે આ પછી ઈનાયતહુસેન શેખ ફરિયાદ પાસે જઈને ધમકી આપતા કહ્યું હતું કે, ‘જો NOCના વ્યવહારના 80000 રૂપિયા નહીં આપે તો ભવિષ્યમાં ફાયર NOCની ફાઈલો એપ્રુવ નહી થાય.’ જેમાં ફરિયાદી પાસેથી 15000 રૂપિયા લીધા હતા. જો કે, ત્યારબાદ ફાયર ઓફિસર ઈનાયતહુસેન અવર-નવર ફરિયાદ પાસેથી 65000 રૂપિયાની માંગણી કરતો હતો. સમગ્ર ઘટના મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોને આ મામલે જાણ કરી હતી. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field