Home વ્યાપાર જગત અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી રૂખ યથાવત્…!!!

અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી રૂખ યથાવત્…!!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૬.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૩૧૬૧.૨૮ સામે ૫૨૮૪૬.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૭૭૧.૫૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૯.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬.૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૧૭૭.૪૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૩૫.૫૫ સામે ૧૫૭૭૯.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૧૨.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૫૯.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ચાઈનામાં શૂન્ય નવા કેસ સાથે શાંઘાઈ સહિતમાં કોવિડ-૧૯ના કેસોમાં રાહત થતાં ચાઈનામાં ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિઓ ફરી ધમધમવા સાથે સપ્લાય ચેઈનની સ્થિતિ સુધરવાના પોઝિટીવ સંકેત અને વૈશ્વિક મોરચે સેન્ટ્રલ બેંકો દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજ દરોમાં વધારો કરવા સહિતના પગલાં સાર્થક નીવડી મોંઘવારી ઘટવા લાગતાં હવે અંકુશના આકરાં પગલા નહીં લેવાય એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારોમાં આજે તેજી આગળ વધી હતી.

જૂન વલણના અંતનું સપ્તાહ હોઈ ફંડો, શોર્ટ સેલરોએ આજે ઈન્ડેક્સ બેઝડ શોર્ટ કવરિંગ કર્યા સાથે લોકલ ફંડોની ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ અને ઓટો શેરોમાં તેજીએ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટવા સાથે વિવિધ કાચમાલોના ભાવ ઘટવા લાગતાં અને કૃષિ ચીજોમાં પણ ચોમાસાની પ્રગતિએ અને અંકુશોથી ભાવો ઘટયાની પોઝિટીવ અસર શેરબજારના સેન્ટીમેન્ટ પર થઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૫૩ લાખ કરોડ વધીને રૂ.૨૪૫.૧૯ લાખ કરોડ નોંધાયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ, ફાઈનાન્સ, બેન્કેક્સ, સીડીજીએસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૩૩ અને વધનારની સંખ્યા ૧૭૪૫ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક મંદીની વધતી જતી ચિંતાઓ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય ઈક્વિટીમાંથી નાણાં ખેંચી લેવાના કારણે ૧૭મી જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત ૫.૮૭ અબજ ડોલર ઘટીને ૫૯૦.૫૮૮ અબજ ડોલર થયું છે. આમ ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસર દેશના ફોરેક્સ રિઝર્વમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો નોંધાયો હતો. સમીક્ષા હેઠળના છેલ્લા ત્રણ સપ્તાહમાં તેમાં ૧૦.૭૮૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે. ૧૦ જૂન, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં ૪.૫૯ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ૩જી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૬૪૨.૪૫૩ અબજ ડોલરના ઓલટાઇમ હાઈ લેવલને સ્પર્શ્યું હતુ.

સાપ્તાહિક રિપોર્ટ મુજબ ફોરેક્સ રિઝર્વનો સૌથી મોટો હિસ્સો ધરાવતા ફોરેન કરન્સી એસેટ ૧૭ જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ૫.૩૬૨ અબજ ડોલર ઘટીને ૫૨૬.૮૮૨ અબજ ડોલર થયા હતા. ગત સપ્તાહે તેમાં ૪.૫૩ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ગત સપ્તાહે ગોલ્ડ રિઝર્વ ૨૫.૮ કરોડ ડોલર ઘટીને ૪૦.૫૮૪ અબજ ડોલર થયું હતું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે રહેલ ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સનું મૂલ્ય પણ ૨૩.૩ કરોડ ડોલર ઘટીને ૧૮.૧૫૫ અબજ ડોલર થયું છે. આ સિવાય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ  પાસે રહેલ રિઝર્વ ૧.૭ કરોડ ડોલર ઘટીને ૪.૯૬૮ બિલિયન ડોલર થઈ છે. હવે સ્થાનિકમાં ચોમાસાનું દેશમાં આગમન થઈ ગયું હોઈ આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ અને ક્રુડના ભાવની સ્થિતિ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email