Home દેશ અખબારોને 15000 કરોડનું જંગી નુકસાનઃ સરકારી મદદની તાકીદે જરૂર : INS

અખબારોને 15000 કરોડનું જંગી નુકસાનઃ સરકારી મદદની તાકીદે જરૂર : INS

531
0
SHARE
ઉલ્લેખનિય છે કે અખબારોનો આ મુદ્દો સૌ પ્રથમ જીએનએસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો…
આઇએનએસ સંગઠનની માંગણીઓ-ન્યુઝપ્રિન્ટ પરની પ% આયાત ડયુટી દૂર કરો,
બે વર્ષ ટેક્ષ માફ કરો-સરકારી વિજ્ઞાપનોના રેટ પ૦% વધારવા અને વિજ્ઞાપન બજેટ ર૦૦% વધારવા સરકારને અનુરોધ

નવી દિલ્હી,
વર્તમાન કોરોના લોકડાઉન દરમ્યાન દેશમાં સૌથી વધુ પ્રભાવિત વ્યવસાયોમાં અખબારી જગત ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રી પણ છે. છેલ્લા બે મહિના દરમ્યાન ભારતના ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીને રૂ. ૪૦૦૦ થી ૪પ૦૦ કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ “આઇએનએસ” દ્વારા જાહેર કરાયો છે. વિવિધ અખબારોને કોરોના સંક્ટને કારણે પડી રહેલી આર્થિક મુશ્કેલીઓ અંગે સૌ પ્રથમ જીએનએસ ન્યૂઝ એજન્સીએ વિશેષ અહેવાલ 31 માર્ચના રોજ રજૂ કર્યો હતો.
દેશના ૮૦૦ જેટલા અખબારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ડીયન ન્યુઝ પેપર સોસાયટી (INS) એ જણાવ્યું છે કે, કોરોના સંકટને કારણે આર્થિક ગતિવિધિ સાવ ઠપ્પ થઇ ગઇ છે. અને અખબારોને તેમના આધાર સમાન વિજ્ઞાપનો (એડવર્ટાઇઝમેન્ટ) એટલે કે જાહેરખબરો મળતી નથી. એવામાં જો સરકાર તરફથી કોઇ મજબુત આર્થિક પેકેજ કે પ્રોત્સાહન નહિ મળે તો અખબારોને થનારૂ નુકસાન આવતા ૬ થી ૭ મહિના સુધી ચાલુ રહી શકે છે. અને તે રૂ. ૧ર૦૦૦ થી ૧પ૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે તેમ છે.
આઇએનએસ દ્વારા જણાવ્યાં પ્રમાણે, ૩૦ લાખ લોકોને રોજગારી આપતી ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીને ડૂબતી બચાવવા માટે તત્કાલ પગલાની માંગ કરવામાં આવી છે. જેમાં ન્યુઝ પ્રિન્ટ પર પ ટકાની આયાત ડયુટી દૂર કરવા અને ર વર્ષ સુધી ટેક્ષ માફ કરવાની બાબતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરકારી વિજ્ઞાપનોના રેટમાં પ૦ ટકાનો વધારો કરવામાં આવે અને પ્રિન્ટ મિડીયા માટેના બજેટમાં ર૦૦ ટકાનો વધારો કરવામાં આવે. સાથોસાથ વિજ્ઞાપનોનું પેન્ડીંગ ચુકવણુ પણ તત્કાલ કરવાની માંગણી કરવામાં આવી છે..
અત્રે એ નોંધનીય છે કે અખબારોની કોસ્ટનો મોટો હિસ્સો કાચા માલ સમમાન ન્યુઝ પ્રિન્ટ એટલે કે અખબારી કાગળ પર ખર્ચાય છે ગયા વર્ષે સરકારે તેના પર ૧૦ ટકાની કસ્ટમ ડયુટી લગાડી હતી. આ પહેલા તે ડયુટી ફ્રી હતી. અખબારો સહિત બીજા ઉદ્યોગોને અપાતી રાહતો વચ્ચે INS એ કેટલીક વધુ જરૂરીયાતો ઉપર ભાર મૂકયો છે. આઇએનએસ દ્વારા રાજય સરકારોને પણ એવું સૂચન થયું છે કે રાજ્ય સરકારો પણ અખબારો માટે હકારાત્મક વલણ અપનાવે. અને તે પણ આ દિશામાં વિચારે.
INS ના પ્રમુખ શૈલેષ ગુપ્તાએ કહયું હતું છે કે અખબારોને રોકડનું સંકટ અને ખોટને કારણે કર્મચારીઓના પગાર અને ફેરિયાને ચુકવણીમાં મુશ્કેલી પડી રહી છે. આ ઉદ્યોગમાં ૯ થી ૧૦ લાખ સીધે સીધી નોકરી કરે છે અને લગભગ ર૦ લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. INS એ સરકારને કહયું છે કે અખબારો ૩ તરફથી સંકટમાં ઘેરાયેલા છે. કોરોના વાયરસ – વિજ્ઞાપનોની ઘટ અને ન્યુઝપ્રિન્ટ ઉપર કસ્ટમ ડયુટીના કારણે અનેક નાનાઅને મધ્યમ અખબારો બંધ થઇ ગયા છે તો અનેક અખબારોએ રોજના પાના ઘટાડી દીધા છે. લોકશાહીમાં ચોથી જાગીર સમાન એવા અખબાર ઉદ્યોગ જરૂરી આવશ્યક હોવા સેવા છતાં મોટા ભાગના અખબારો રોજ ખોટ સહન કરી રહ્યાં છે. INS એ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનું એ બાબતે પણ ધ્યાન દોરતાં કહયું છે કે, વર્તમાન કોરોના મહામારી સંકટ દરમ્યાન અખબારો પોતાનું કર્તવ્ય મજબુતીથી નિભાવી રહ્યાં છે સંપાદીય, પ્રિન્ટીંગ, પ્રોડકશનના લોકો અને વિતરકો ખુદને જોખમમાં મુકીને અખબારી ધર્મ નિભાવી રહ્યાં છે. જેથી લોકો કોરોના સંકટમાં પોતાના ઘરોમાં સુરક્ષિત રહે અને તેમની પાસે સાચી અને સચોટ માહિતી આવે. જોવાનું એ છે કે અખબારોના સંગઠન દ્વારા આ જાહેરાત અને માગણી બાદ કેન્દ્ર સરકાર કેટલી ઝડપથી પગલા ભરે છે. નોંધનયી એ પણ છે કે જાણીતી સમાચાર એજન્સી જીએનએસ વાયર સર્વિસ દ્વારા સૌ પ્રથમ આ મુદ્દો અખબારોના હિતમાં સરકાર સમક્ષ ખાસ અહેવાલ દ્વારા રજૂ કર્યો હતો. ત્યારબાદ આઇએનએસ દ્વારા સરકારને એક મેમોરેન્ડમ આપીને અખબારોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ધ્યાન દોર્યું હતું. હવે જ્યારે અખબારોના સંગઠને નુકશાનીનો આંકડો દર્શાવ્યો છે ત્યારે સરકાર ઝડપથી પગલા ભરે અને ડીએવીપીને આદેશ આપે કે બાકી બિલોનું ચૂકવણું ઝડપથી કરે અને વિજ્ઞાપનોના દરમાં તાકીદે વધારો કરી આપે.

Print Friendly, PDF & Email