Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી અખંડ ભારતનું ચિત્ર અશોકના સામ્રાજ્યની મર્યાદા દર્શાવે છે : એસ જયશંકર

અખંડ ભારતનું ચિત્ર અશોકના સામ્રાજ્યની મર્યાદા દર્શાવે છે : એસ જયશંકર

95
0

(GNS),10

વિદેશ મંત્રી એસ જયશંકર ફરી એકવાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા જોવા મળ્યા છે. આ વખતે નવા સંસદ ભવનમાં ‘અખંડ’ ભારતની તસવીરને લઈને ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ આપતા તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ કહ્યુ હતુ કે અખંડ ભારતનું આ ચિત્ર અશોકના સામ્રાજ્યની મર્યાદા દર્શાવે છે. આ ઉપરાંત, તે લોકોના કલ્યાણ માટે જવાબદાર અને કાર્યકારી સરકારના વિચારને પણ પ્રતિબિંબિત કરે છે. જયશંકર કહ્યુ હતુ કે પાકિસ્તાન આ સમજી શકતું નથી કારણ કે તેની પાસે સમજવાની શક્તિ નથી. એસ જયશંકરે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

હકીકતમાં દેશના નવા સંસદ ભવનમાં એક ભીંતચિત્ર બનાવવામાં આવ્યું છે, જેને ‘અખંડ’ ભારતનો નકશો કહેવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની સાથે નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાન જેવા દેશોએ પણ આ નકશા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ દેશોએ ભારત પાસે આ અંગે સ્પષ્ટતા માંગી હતી. આ નકશામાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની અને તક્ષશિલા જેવા સ્થળો દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય પુરૂષપુર અને સૌવીર જેવા સ્થળો પણ બતાવવામાં આવ્યા છે, જે હાલમાં પાકિસ્તાનના પેશાવર અને સિંધ પ્રાંતમાં છે. લુમ્બિની હાલમાં નેપાળમાં સ્થિત છે અને તક્ષશિલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાં છે.

આ સિવાય તે જગ્યાઓ પણ બતાવવામાં આવી છે જે હાલમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનમાં છે. જ્યારે વિદેશ મંત્રીને આ નકશા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, અમે અન્ય દેશોને આ ભીંતચિત્રનો અર્થ સમજાવ્યો છે અને તેઓ સમજી ગયા છે. અમે તેમને સમજાવ્યું છે કે તે અશોકના સામ્રાજ્યની સીમા દર્શાવે છે. પાકિસ્તાનની વાત તો છોડો, તેની પાસે સમજવાની શક્તિ નથી.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) વિશે વાત કરતી વખતે, જયશંકરે કહ્યું, ‘જ્યાં સુધી PoKનો સંબંધ છે, અમે અમારું વલણ સ્પષ્ટ કર્યું છે. આ માત્ર અમારું સ્ટેન્ડ નથી, પરંતુ દેશ અને સંસદનું સ્ટેન્ડ છે. તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે અખંડ ભારતની તસવીર પર સવાલ ઉઠાવતા પાકિસ્તાને તેને આસ્તિક વિચારસરણી દર્શાવવાનું કહ્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે ભારતે વિસ્તરણવાદી નીતિથી દૂર રહેવું જોઈએ અને પડોશીઓ સાથે શાંતિપૂર્ણ રીતે વિવાદોનું સમાધાન કરવું જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, 2 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો
Next article20થી વધુ જવાનોની હત્યા કરનાર માઓવાદી ઝડપાયો