Home જ્યોતિષ પગ જોઈને સમજો, આવા પગવાળા લોકો હોય છે રાજા સમાન

પગ જોઈને સમજો, આવા પગવાળા લોકો હોય છે રાજા સમાન

1518
0
SHARE

મોટાભાગના લોકોની આ ઈચ્છા હોય છે કે તે પોતાની આસપાસ રહેનારા લોકોનો સ્વભાવ અને તેમની આદતો વિશે કેટલીક વાતો સમજી શકે. કોઈપણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણીને તેની સાથે વાત કરવું સરળ થઈ જતું હોય છે. જો તમે પણ તમારી આસપાસ રહેનારા લોકોને સમજવા માગો છો તો અહીં જાણો શરીરના કેટલાક ખાસ અંગોને જોઈને કઈ રીતે કોઈના સ્વભાવથી જોડાયેલી વાતો જાણી શકાય છે.
સામુદ્રિકશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના પગના તાળવા પર પરસેવો ન આવતો હોય, તાળવા એકદમ સાફ અને કોમળ રહેતા હોય, આંગળીઓ એકદમ પાસે-પાસે હોય, નખ પણ શ્રેષ્ઠ હોય તો તે બહુ શુભ નિશાનીઓ હોય છે. આ વાતોની સાથે જ પગ સુંદર હોય અને પગમાં એકેય નસો પણ ન દેખાય તો એવા લોકો કોઈ રાજા સમાન જીવન ભોગવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. આવા લોકોને જીવનમાં ધન અને વૈભવની કોઈ જ કમી રહેતી નથી.
સામુદ્રિકશાસત્ર- સામુદ્રિકશાસ્ત્ર જ્યોતિષ અંતર્ગત આવનારું એક શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યને જાણવા માટે શરીરના અંગોના આકાર અને અંગોની બનાવટ પર ધ્યાન આપવામાં આવે છે. કારણ કે વ્યક્તિના અંગોની બનાવટ અને આકારની સીધી અસર તેના સ્વભાવ અને ભવિષ્ય પર પડે છે.
જો કોઈ વ્યક્તિના પગ રૂક્ષ હોય, થોડાક પીળા હોય, નખ એકદમ સફેદ દેખાતા હોય, પગની નસો દેખાતી હોય, આંગળીઓ વચ્ચે અંતર હોય અને તાળવાનો આકાર સુંદર ન હોય તો આવા લોકો દરિદ્ર જ રહે છે. આવા લોકોને સખત મહેનત કરવા છતાં દુઃખોનો સામનો કરવો પડે છે.
જો કોઈ વ્યક્તિના પગમાં બહુ ઓછી રૂંવાટી દેખાય, જાંઘો પર સુંદર અને મજબૂત હોય, એવા લોકો કોઈ રાજાની સમાન સુખ પ્રાપ્ત કરનારા હોય છે. ધ્યાન રાખનારી વાત એ છે કે આ લક્ષણોની સાથે જ અન્ય શુભ લક્ષણ પણ હોવા જોઈએ. અહીં તે શુભ લક્ષણ પણ આગળ બતાવવામાં આવ્યા છે.
જો કોઈ વ્યક્તિનું પેટ સમાન આકારનું હોય તો તે સુખી રહે છે. જો પેટ બહુ મોટું દેખાય તો તેવા લોકો કોઈને કોઈ ક્ષેત્રમાં ભયંકર દુઃખ ભોગવે છે.
જો કોઈ વ્યક્તિના માથા પર કોઈ રેખાઓ ન દેખાતી હોય તો તેની ઉંમર ચાલીસથી પચાસ વર્ષ| સુધી હોઈ શકે છે.
જો કોઈ વ્યક્તિના માથા પર ત્રણ સમાન આકારની રેખાઓ હોય છે તો તે વ્યક્તિ લગભગ 60 વર્ષ સુધી સુખી અને શ્રેષ્ઠ જીવન જીવે છે. આવા લોકોને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે.

Print Friendly, PDF & Email