Home જનક પુરોહિત ૨૦૧૯ માં ભાજપને સત્તામુખી કરવામાં શું ફરી જેટલી કારણભૂત બનશે ?

૨૦૧૯ માં ભાજપને સત્તામુખી કરવામાં શું ફરી જેટલી કારણભૂત બનશે ?

720
0

કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ આપણા નરેન્દ્રભાઈ ને તેમના વિકાસના મુદ્દાના ગ્રાફને ઉચે જવાદેતી નથી . નહીતો આપણા નરેન્દ્રભાઈ એ જે રીતે દેશમાં ગુજરાતને નંબરવન બનાવ્યું , તેમ દુનિયામાં ભારતદેશ ને નંબરવન બનાવવા માગતા હતા . અમારા પત્રકાર મિત્ર ‘બાપુ’ કહે છે તેમ હવે એક રૂપિયા ના ૫૦ ડોલર થઇ જશે . અને ઘરે કામ કરવા માટે ધોળિયાઓ આવશે . આવું બધું થવાનું જ હતું . પરંતુ આપણા નરેન્દ્રભાઈ એ ભુલ એ કરી કે તેમણે એડવોકેટ અરુણ જેટલી ને નાણા વિભાગ સોપ્યો . આપણને ગુજરાતના લોકોને તો ખબર જ છે , કે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને જતાં જેટલીએ સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરવાના વ્યવસાયમાં ગુજરાતીઓને કરોડોમાં નવડાવ્યા છે . કારણ કે માધુપુરા બેંકને ડુબાડનારા ની બ્રીફ જેટલીએ લીધી અને જામીન પર છોડાવી કેસ રફેદફે કરાવી દેવામાં જેટલીનો વ્યવસાય પ્રેમ જ જવાબદાર હતો . જેમને ગુજરાતના ગરીબોની પાઈ પાઈ ની બચત દ્વારા વૃધ્ધાવસ્થાની વ્યવસ્થા કરનારાની લાગણીઓ આડે ન આવે , તેવાં વકીલ નાણામંત્રી થાય તો શું કરે ! નોટબંધી કરી અને ગરીબ – માધ્યમ વર્ગના સીનીયર સિટીઝનોની વૃધ્ધાવસ્થા બગાડી નાખી . તેમની બચત તેમના પુત્રોના હાથમાં જતી રહી . જી.એસ.ટી ને તો રીતસર લુટફાટ જેવું ધારદાર હથિયાર બનાવી અધિકારીઓને આપી દીધું છે . નાના વેપારીઓને બેકાર કરી દેવાનું આ મોટું પગલું સાબિત થશે .
અને બાકી રહતું હતું તે આપણા નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન પદે ફરી ચૂંટાવા માટેનું આ બજેટ જીતને ઉંધી વાળીદે એવું બનાવી આપ્યું છે . કેન્દ્રસરકારના વર્ષ ૨૦૧૮ – ૧૯ ના બજેટમાં કોઈ ખુશ નથી . ઉલટાનું શેર્સ માં રોકાણ કરનારા પર તો ડોજ એવો કડવો આપી દેવાયો કે શેરબજાર કડડભૂસ થઇ ગયું .
એક ભાજપી મિત્ર એ એક લગ્ન પ્રસંગમાં જેટલી અંગે કોમેન્ટ કરી . તેમણે કહ્યું કે “ ૨૦૦૪ માં ‘ ઇન્ડિયા શાઈનીંગ ’ નો નારો આપવામાં પ્રમોદ મહાજન સાથે અરુણ જેટલી પણ હતા . ૨૦૦૪ માં જે રીતે અડવાણીનું વડાપ્રધાન પદનું સપનું જેટલીના કારણે રોળાયું તેમ હવે ૨૦૧૯ માં આપણા નરેન્દ્રભાઈ ને ફરી સત્તામાં આવતા રોકવા માટે જેટલી એક જ પુરતા સાબિત થશે . અત્યારે તો આપણા નરેન્દ્રભાઈ ને માટે અરુણ જેટલી જોખમી સાબિત થયાં છે . ઠીક છે . આપણા નરેન્દ્રભાઈ હોશિયાર છે , જેટલીની બગાડેલી બાજી માં થીગડા મારીને ચલાવી લેતા તેમને આવડે છે . પણ ઘસરકો તો જેટલીના કારણે જ પડવાનો છે . અત્યારે શેરબજારમાં ગાબડુ છે , ચુંટણીમાં મતમાં ગાબડુ પડશે . અને પરિણામમાં બેઠકોમાં ગાબડુ જોવા મળશે .”
વાસ્તવિક્તા તો એ છે કે ભાજપ પાસે સુબ્રમણ્યમ સ્વામી સિવાય કોઈ અર્થશાસ્ત્રી નથી . અને સ્વામી આપણા નરેન્દ્રભાઈ ને પસંદ નથી . કારણ કે સ્વામી પણ અતિ મહત્વકાંક્ષી વ્યક્તિ છે .
રફાલ અંગે પ્રશ્ન પૂછવા બદલ હવે રાહુલ ગાંધી પર પણ રાષ્ટ્રદ્રોહ નો કેસ થઇ શકે છે .
સંસદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ એરક્રાફ્ટ ના સોદા અંગે સરકાર પર મોટા કૌભાંડ નો આક્ષેપ કર્યો છે . અને આ કૌભાંડમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને પણ તેમણે સંડોવ્યા છે .
ભાજપના એક મિત્ર એ આ સમાચાર વાંચીને હરખાતા હરખાતા દોઢ ડાહ્યાને ફોન કર્યો “ અમને જડીબુટી મળી ગઈ છે . હવે અમે દેશને કોંગ્રેસમુક્ત બહુ ઝડપથી કરી શકીશું .” દોઢ ડાહ્યાએ પૂછ્યું કે કઈ જડીબુટી ની વાત કરો છો ? તો મિત્ર એ કહ્યું “ તમે છાપું વાચ્યું કે નહિ , જુઓને આ રાહુલ ગાંધીએ સંરક્ષણ જેવાં મહત્વના વિભાગમાં એરક્રાફ્ટ ની ખરીદી માં કરોડોના ભ્રષ્ટાચારનો સંસદમાં આક્ષેપ કર્યો છે . એટલું જ નહિ તેમણે વડાપ્રધાન ઉપર નિશાન તાક્યું છે . એટલે હવે તેમના ઉપર રાષ્ટ્રદ્રોહ નો કેસ તો થઇ જ શકે છે . રાહુલ ગાંધી ઉપર રાષ્ટ્રદ્રોહ નો કેસ થાય એટલે તેમની ધરપકડ થશે . જેલમાં જશે . એટલે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવામાં આપણા રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહને કોઈ તકલીફ જ નહિ પડે .”
લો બોલો . હવે તો ભાજપના કાર્યકરો પણ એવું માનવા લાગ્યા છે કે કોઈ પણ ગુનો – ભ્રષ્ટાચાર થાય , પણ તેમાં આપણા નરેન્દ્રભાઈ ઉપર કોઈ આક્ષેપ કરે તો રાષ્ટ્રદ્રોહ કેસ જ થઇ શકે . અત્યારે લાલુ જેલમાં છે , મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી છગન ભુજબલ જેલમાં છે .
ભાઈ આતો ભાજપ સરકાર છે . ક્યારે કોને જેલમાં નાખે કઈ નક્કી નહિ . બોલવામાં સાવચેત રહેવું નહિ તો આપણું ડાહપણ – દોઢડાહપણ કશું કામ નહિ આવે .
વિપક્ષ પાસે માર્યાદિત હોદ્દા હોય છે – જેથી કોંગ્રેસ છાયા મંત્રી મંડળ રચશે .
૨૦૧૭ ની ચૂટણીમાં કોંગ્રેસના આગલી હરોળના નેતા જીત્ય નથી . સેકન્ડ હરોળમાં નેતાઓની સંખ્યા ઘણી મોટી છે . પરંતુ હોદ્દા ચાર જ હોય છે . બીજી હરોળમાં સહુકોઈને પોતાની સિનીયોરીટી , અનુભવ અને જિલ્લામાં વર્ચસ્વ ના આધારે હોદો તો જોઈએ જ છે . આખરે કોંગ્રેસના નેતાઓએ છાયા મંત્રીમંડળ રચવાનો નિર્ણય કર્યો છે . એક વિરોધીપક્ષના નેતા , દંડક અને પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન જેવાં ત્રણ હોદ્દા ઓ બાદ , જે બાકી રહેશે તેમને છાયા મંત્રીમંડળ માં સ્થાન આપી દેવાશે . આમ પણ વિધાનસભા ગૃહમાંથી સામુહિક સસ્પેન્શન બાદ બહાર આવીને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવે જ છે . સી.જે ચાવડા , બળદેવજી વગેરેને તો નટકલા નો સારો અનુભવ તેમાં મળી ચુક્યો છે . જોકે કોંગ્રેસના એક મિત્ર એ શંકા વ્યક્ત કરી છે કે છાયા મંત્રીમંડળ માં પણ ખાતાઓને લઈને ધારાસભ્યો નારાજ થશે . તેમણે જે તે વિભાગ અંગે સરકારને ભીડવવા માટે અભ્યાસ કરવો પડશે . તે અંગે તેઓ વિચારતા જ નથી . જો કે સરકાર માં બેઠેલા મંત્રીઓ પણ ક્યાં તેમના વિભાગ અંગે જાજુ વિચારે છે . ધારાસભ્ય ગાડીની નંબર પ્લેટ પાછળ લખશે ‘ હોમ મીનીસ્ટર ( છાયા ) ’.

Previous articleપેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભડકો, 73 રૂપિયે પહોંચ્યા ભાવ
Next article‘રૂપાણી રાજ’માં અરાજકતાનાં એંધાણ…સમગ્ર રાજયમાં લુટફાટની દહેશત