Home દેશ - NATIONAL લો બોલો..મોદી સરકારને ખબર જ નથી કે નિરવ મોદી ભારતના નાગરીક જ...

લો બોલો..મોદી સરકારને ખબર જ નથી કે નિરવ મોદી ભારતના નાગરીક જ નથી…!?

921
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.19
હજુ એક દિવસ પહેલાં જ મોદી સરકાર દ્વારા ફૂલેકાબાજ નીરવ મોદીનો પાસપોર્ટ સસ્પેન્ડ કરાયાની જાહેરાત કરાઇ છે ત્યારે એક મોટું સત્ય સામે આવતાં અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. નીરવ મોદીએ પાછલા વરસે જ એનઆરઆઇ એટલે કે વિદેશમાં વસતા ભારતીય તરીકેનો દરજ્જો મેળવી લીધો છે. એટલે કે નીરવ પાસે અન્ય કોઇ દેશનો પાસપોર્ટ પણ છે. તો શું જોઇને કેન્દ્ર સરકારે જાહેરાતો કરી દીધી કે અમે નિરવ મોદીનો પાસ્પોર્ટ રદ કરી નાખ્યો છે.
પંજાબ નેશનલ બેંકનુ કૌભાંડ સામે આવે તે પહેલા જ નીરવ મોદી એનઆરઆઇ બની ચૂક્યો છે. આવામાં હવે નીરવ મોદીનો ભારત આવવાનો ઇરાદો ન હોય તેવી શંકા પણ પ્રબળ બની રહી છે. તો નીરવ સામે કાર્યવાહી કરવા થનગનાટ બતાવી રહેલી મોદી સરકારને પણ મોટો ઝાટકો લાગી શકે છે.
નીરવ મોદીની કંપનીઓને ભારતીય બેંકોએ ફંડ અને નોન ફંડ આધારીત લોન આપી હતી. નીરવ મોદીની કંપની એએનએમ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના શેરહોલ્ડર્સને અપાયેલા દસ્તાવેજોમાં નીરવ મોદી એનઆરઆઇ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
આ દસ્તાવેજ પર છ નવેમ્બર ર૦૧૭ની તારીખ નોંધાયેલી છે. એએનએમ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં અપાયેલા દસ્તાવેજમાં નીરવ મોદીના એનઆરઆઇ દરજ્જા ઉપરાંત તેનુ સરનામુ દુબઇનુ આપવામાં આવ્યુ છે. મહત્વનુ છે કે નીરવની પત્ની અમેરિકાની નાગરિકતા ધરાવે છે તો જ્યારે કે તેનો ભાઇ બેલ્જિયમનો નાગરિક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસીબીઆઈએ ભાંડો ફોડ્યો, મોદી સરકારમાં જ થયું છે બેન્ક કૌભાંડ…!!
Next articleજસ્ટિસ લોયા કેસ એક જજના મોતનો મામલો છે જરૂર ૫ડ્યે તપાસનો આદેશ અપાશે – સુપ્રિમ કોર્ટ